ફોરવ્હીલમાં બેસી મોબાઇલમાં તીનપત્તીનો જુગાર રમતો પરેશ દવેરા પકડાયો
ક્રાઇમ બ્રાંચની ટીમે પારેવડી ચોક પાસેથી દબોચ્યોઃ રોકડ, મોબાઇલ અને કાર મળી ૮.૨૯ લાખની મતા કબ્જે
રાજકોટ, તા.૨૪: પારેવડી ચોક પાસે ફોર વ્હીલમાં બેસી મોબાઇલમાં તીનપતીનો જુગાર રમતા શરાફી મંડળીના સંચાલકને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ પારેવડી ચોક પાસે કારમાં એક શખ્સ મોબાઇલ ફોનમાં જુગાર રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ જયેશભાઇ નીમાવતને બાતમી મળતા પી.આઇ.વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જે.જાડેજા, એએસઆઇ જયેશભાઇ, રાજદીપસિંહ, હેડ કોન્સ હીતેન્દ્રસિંહ, ભરતસિંહ, સ્નેહભાઇ તથા શંકિતસિંહ સહિતે પારેવડી ચોક પાસે દરોડો પાડી જી.જે-૧કેયુ-૮૧૮૧ નંબરની એસ.ક્રોસ કારમાં મોબાઇલ ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી તીનપતીનો જુગાર રમતા પરેશ બકુલભાઇ દવેરા (ઉ.વ.૩૫) (રહે. ન્યુ સર્વોદય સોસાયટી, થોરાળા)ને પકડી લઇ રૂ.૪૩૩૦ રોકડા તથા બે મોબાઇલ અને કાર મળી રૂ.૮,૨૯,૮૩૦ની મતા કબ્જે કરી હતી. પરેશ શરાફી મંડળી ચલાવે છે તે સાતેક વર્ષ પહેલા મનીલેન્ડના ગુનામાં પણ પકડાયો હોવાનું જાણવા મળે છે.