રાજકોટ
News of Saturday, 24th April 2021

કોઠારિયા રોડ - ૧૫૦ ફૂટ રિંગ રોડ-સહકાર મેઇન રોડ સહિતના વિસ્તારમાં ચેકીંગ : ૧૭ દુકાનો સીલ

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ ચા, પાન, ફરસાણ, વજનકાંટા, ટેઇલર તથા હોટલ સહિતના વ્યવસાયિક એકમો પર કાર્યવાહી કરતુ મ.ન.પા. અને પોલીસ તંત્ર

રાજકોટ,તા. ૨૪: માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ આજે બપોર સુધીમાં ચા-પાન, સિલેકશન, ટેઇલર, ખાણી પીણી તથા હોટેલો સહિતના ૧૭ વ્યવસાયિક એકમો સાત દિવસ માટે મ્યુ. કોર્પોરેશનની ચેકીંગ ટીમ દ્વારા સીલની કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતુ કે, મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્યિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૪/૦૪/૨૦૨૧ ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ ૧૭ વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં ૧. શ્રી બાવાશી પોલીમરસ, કોઠારીયા રોડ, ૨ . જય માતાજી ડિલકસ, સત્યસાંઇ રોડ, ૩. શ્રી મોમાઈ પાન & કોલ્ડ. ૧૫૦ ફૂટ રીંગ રોડ, ૪. મોમાઈ ટી સ્ટોલ &  કોલ્ડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ૫. પ્યાસી પાન&  કોલ્ડ, કુવાડવા રોડ, ૬. કોલ્ડ હાઉસ, સહકાર મેઈન રોડ, ૭. ગજાનંદ વજન કાંટા, સહકાર મેઈન રોડ, ૮. શ્યામ એલ્યમિનિયમ, સહકાર મેઈન રોડ, ૯. ગેલેકસી એન્ટરપ્રાઇઝ, સહકાર મેઈન રોડ, ૧૦. નાઈશ સિલેકશન, કુવાડવા રોડ, ૧૧. જય સિયરામ ફરસાણ, સહકાર મેઈન રોડ, ૧૨. જલારામ જિન્સ, કુવાડવા રોડ, ૧૩. જય માતાજી પાન, કુવાડવા રોડ, ૧૪. સાંઈ કલેકશન , કુવાડવા રોડ, ૧૫. પુજા ટેઈલર, વાણિયાવાડી મેઈન રોડ, ૧૬. કોલેજીયન પાન, ભકિતનગર સર્કલ, ૧૭. Gj-5 સેન્ડવીચ & પીઝા, જયોતી નગર મેઈન રોડનો સમાવેશ થાય છે જે સાત દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

(2:58 pm IST)