રાજકોટ
News of Saturday, 24th April 2021

ટેકસમાં માફી આપો : યાત્રી પ્રવાસી એન્ડ ટુર ઓપરેટર્સ એસો.ની સરકારમાં રજુઆત

ગયા વર્ષ કરતા પણ આ વર્ષ ખરાબ ગયુ હોય ૨૦૨૧ સુધીનો ટેકસ માફ કરો

રાજકોટતા. ૨૪ : કોવીડ-૧૯ મહામારી ધ્યાને લઇ ટેકસ માફ કરવા યાત્રી પ્રવાસી એન્ડ ટુર ઓપરેટર્સ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને ઇ-મેઇલ પાઠવી રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવેલ છે કે માર્ચ ૨૦૧૯ થી કોરોનાની વિકટ સ્થિતિ ચાલુ છે. ગત વર્ષે સરકારે એપ્રિલથી ટેકસ માફી નોન યુઝ મંજુરી વગેરે રાહત આપી હતી તેનાથી બસ સંચાલકોને રાહત થઇ હતી. સરકારનું આ પગલુ સરાહનીય રહ્યુ.

પરંતુ હાલ ગયા વર્ષ કરતા પણ ખરાબ હાલત છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુનો આંકડો વધી રહ્યો છે. આવા સમયમાં બસ સંચાલકો માટે બસો ચલાવવી મુશ્કેલ છે. પેસેન્જરો મળતા નથી. ત્યારે ટેકસ કે ડીઝલના ખર્ચા પરવળે તેમ નથી. જેથી ૨૦૨૧ સુધી ટેકસ માફી અપાય તો બસ ટ્રાવેલર્સોને ખરી રાહત મળી ગણાય.

આ બાબતે વહેલી તકે યોગ્ય કરવા યાત્રી પ્રવાસી એન્ડ ટુર ઓપરેટર્સ એસો.ના પ્રમુખ વૈકુંઠભાઇ એસ. નિમાવતે મુખ્યમંત્રી, વાહન વ્યવહારમંત્રી, આર.ટી.ઓ. કમિશ્નર, કલેકટર અને આર.ટી.ઓ. ઓફીસરને ઇ-મેઇલથી પત્રો પાઠવી રજુઆત કરી છે.

(12:03 pm IST)