રાજકોટ
News of Saturday, 24th April 2021

'સોમા'ના પ્રમુખે મુખ્યમંત્રી સમક્ષ ઉઠાવી માંગણી

કોરોના વાયરસને પ્રસરતો રોકવા ગુજરાતમાં આઠ દિવસનું લોકડાઉન જરૂરી : ઉકાભાઇ પટેલ

હાલ કામ ધંધા ઠપ્પ છે તેવામાં લોકડાઉન લદાય તો ઇકોનોમીને નુકસાન નહિ થાય

રાજકોટ,તા. ૨૪: ગુજરાતના તમામ શહેરોઅને ગામડાઓમાં કોરોના વાયરસે કાળોકેર મચાવ્યો છે. ત્યારે આવા જીવલેણ વાયરસની ચેઇન તોડવા માટે લોકડાઉન એ જ એક માત્ર ઉકેલ છે તેવુ જણાવી સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીયેશન (સોમા)ના પ્રમુખ ઉકાભાઇ પટેલે ૮ દિવસનું લોકડાઉન અમલી બનાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ માંગણી કરી છે.

'સોમા'ના પ્રમુખ ઉકાભાઇ પટેલે એક યાદીમાં જણાવ્યું છે કે જો કોરોના વાયરસને શાંત પાડવો હશે તો લોકડાઉન એક માત્ર ઉકેલ છે. આજે જ્યારે ઠેર ઠેર કોરોનાના કેસ વધી રહ્યા છે, બેડ અને ઓકિસજનની તીવ્ર અછત પ્રર્વતે છે અને સ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા રાજ્યમાં ૮ દિવસનું લોકડાઉન લાદવું જરૂરી છે તેમ ઉર્મર્યું છે.

તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે આવુ દિવસનું લોકડાઉન અમલી બનવાય તો કોઇ ફેર પડવાનો નથી આમ પણ હાલ કામ ધંધા ઠપ્પ છે. કયાંય ધરાકી નથી જો લોકડાઉન ઝુંકાય તો કોઇ આર્થિક ઇકોનોમીનો ફેર પડવાનો નથી. મજુરો પલાયન થવાના નથી. ઉદ્યોગ ધંધાને નુકસાન થવાનું નથી. કદાચ સરકારને લોકડાઉન ન કરવાની કોઇ રજુઆત કરતુ હોય તે રાજ્યના હિતમાં નથી.

લોકડાઉન કરવાથી પાંચ દિવસમાં બેડ, ઓકિસજન દવા જેમાં અંદાજે પચાસ ટકાનો ઘટાડો થઇ જશે. કોરોનાના કેસ ઓછા થશે. પ્રજાને અને સરકારને રાહત થશે. કામ ધંધા વગરના લોકો હાલમાં ચારે બાજુ રખડે છે. અને કોરોના ફેલાવે છે. પરચુરણ લોકડાઉન કરવાથી ફરક પડવાનો નથી. સરકાર હિંમત રાખીને આઠ દિવસનું કડક લોકડાઉન નાખે એવી લાગણી છે. તેમ તેમણે અંતમાં જણાવ્યું છે.

(10:55 am IST)