રાજકોટ
News of Saturday, 24th April 2021

રાજકોટ: મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૩ના બપોર બાદ ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત 8 વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે જેમાં બાપા સિતારામ ટાઈલ્સ, જય જવાન જય કિશાન રોડ, ઓમ હોમ એપ્લાયન્સીઝ, શિવ મંદિર કોલ્ડ, સહકાર મેઈન રોડ, શ્રી મોમાઈ હોટલ,  રૈયા ચોકડી, દતાણી ડ્રેશિશ, ગુંદાવાડી રોડ, Tipu's  પાન સેન્ટર,  કોઠારીયા રોડ, CAKE 'N'JAY, ભક્તિનગર પોલીસ સ્ટેશન,  કોઠારીયા રોડ, ચોહાણ પોઈન્ટ- ગોડાઉન રોડ

નો સમાવેશ થાય છે જે સાત દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

 

(8:58 pm IST)