રાજકોટ
News of Wednesday, 24th April 2019

મવડી ધરમનગરના જીજ્ઞેશ જાદવ પર મોબાઇલ ચોરીનું આળ મુકી ધોકા-પાઇપથી ધોલધપાટ

પાછલી શેરીમાં રહેતાં કિશોરસિંહ, વિક્રમ સહિતે માર માર્યાનું કથન

રાજકોટ તા. ૨૪: મવડી પ્લોટ ધરમનગરમાં બાલાજી હોલ પાછળ રહેતાં અને પાણીના પ્લાન્ટમાં નોકરી કરતાં જીજ્ઞેશ મુકેશભાઇ જાદવ (ઉ.૧૯) નામના વણકર યુવાનને તેના ઘર પાછળની શેરીમાં જ રહેતાં કિશોરસિંહ ગોહિલ અને સાથેના વિક્રમસિંહ તથા અજાણ્યાએ ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે તાલુકા પોલીસમાં જાણ કરી હતી. જીજ્ઞેશના ભાઇના જણાવ્યા મુજબ જીજ્ઞેશ શેરીમાંથી સ્પીડથી વાહન હંકારતો હોઇ તે બાબતે કિશોરસિંહને વાંધો હતો. આ બાબતનું મનદુઃખ રાખી તેણે આજે જીજ્ઞેશ પર ઘરમાંથી મોબાઇલ ફોન અને રોકડ રકમ ચોરી ગયાનું આળ મુકી ઝઘડો કરતાં જીજ્ઞેશે જો પોતે ચોરી કરી હોય તો સીસીટીવી કેમેરા ચેક કરીને બતાવો તેમ કહેતાં કિશોરસિંહ સહિતનાએ ઉશ્કેરાઇ જઇ ધોકા-પાઇપથી માર માર્યો હતો.

(3:54 pm IST)