રાજકોટ
News of Wednesday, 24th April 2019

પડધરીમાં જુગાર રમતા પ પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો (નીચે બેઠેલા) અને પડધરી પોલીસનો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ર૪ : પડધરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ. એચ.એમ.જાડેજા દ્વારા પ્રોહી. જુગારના સફળ કેશો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પડધરીના પો.સબ.ઇન્સ. જે.વી. વાઢિયા તથા સ્ટાફના માણસોને પડધરી પોલ.સ્ટે.ના ગીતાનગર સોવારીયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની મળેલ હકીકત આધારે રેઇડ કરતા (૧) મહંમદ સતારભાઇ પોપટપોત્રા મેમણ રહે. ગીતાનગર પડધરી (ર) ઇકબાલ ગફારભાઇ હળફા મેમણ રહે. ગીતાનગર પડધરી (૩) નલીન ભુપતભાઇ ડાભી કોળી રહે. આંબેડકરનગર પડધરી (૪) જીતેન્દ્ર પ્રકાશભાઇ નાગાણી વાંજા રહે. આંબેડકર નગર પડધરી તથા (પ) શબાનાબેન ઇકબાલભાઇ ગફારભાઇ હફાળા રહે. ગીતાનગર પડધરીને રોકડ રૂ.૪૩,૭૦૦/- તથા મોબાઇલ નંગ-૪, કી. રૂ.પ,૦૦૦/- તથા મો.સા.ર કી. રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬૯,૭૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા મજકુર ઇસમો વિરૂદ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. જે.વી. વાઢિયા સાથે એ.એસ.આઇ.વી.યુ. અરબ તથા પો.કોન્સ. પુષ્પરાજસિંહ, અયુબભાઇ, યુવરાજસિંહ, પ્રભાતભાઇ અનીરૂદ્ધસિંહ, મનીષાબેન વિગેરે જોડાયા હતા.

(3:53 pm IST)