રાજકોટ
News of Wednesday, 24th April 2019

અંબિકા પાર્કમાં ઉત્સાહભેર મતદાનની પરંપરા જળવાઈઃ સવારે ચા- નાસ્તા સાથે સામૂહિક મતદાન

રાજકોટ,તા.૨૪: શહેરના રૈયા રોડ સ્થિત અંબિકા પાર્ક ખાતે વર્ષોથી ઉત્સાહભેર સવારના સમયે મતદાનની પરંપરા જળવાઈ રહી છે. અંબિકા પાર્કના મતદારો દરેક ચૂંટણીમાં સવારે ચા- નાસ્તો કરી પવિત્ર ફરજ પૂર્ણ કરે છે.

ગઈકાલે લોકસભાની ચૂંટણીના મતદાનમાં પણ અંબિકા પાર્ક બુથનું ૭૪ ટકા જેટલું મતદાન થયું છે. આ બુથમાં અંબિકા પાર્ક સાથે ઈન્દ્રપ્રસ્થ, મંગલ પાર્ક તથા અન્ય વિસ્તારોનો સમાવશે થાય છે. સમગ્ર વોર્ડ નં.૮માં મતદાનમાં ચોથો નંબર પણ મેળવેલ.

મતદાનની પવિત્ર ફરજ અંબિકા પાર્કના રહેવાસીઓ નિભાવે તે માટે સોસાયટીના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખશ્રી રમેશભાઈ વિરમગામા, સેક્રેટરીશ્રી પ્રતાપભાઈ વોરા, સહ સેક્રેટરીશ્રી ધામેલીયાભાઈ તથા ખજાનચીશ્રી યશવંતભાઈ ભટ્ટની રાહબરી હેઠળ સુભાષભાઈ વિરમગામા, ઘેટીયાભાઈ, દિનેશભાઈ ધમસાણીયા, ડાયાભાઈ, છગન બાપા, પટેલભાઈ, ટીનાભાઈ, કિશોરભાઈ કક્કડ, જયેશભાઈ પટેલ, નિલેશભાઈ પોપટ, લલીતભાઈ મહેતા, જેન્તીભાઈ પટેલ, હરેન્દ્રભાઈ વિઠ્ઠલાણી, ભૂપતસિંહ તુવરા તથા આત્મીય યુવા ગ્રુપે જહેમત ઉઠાવી હતી.

(3:45 pm IST)