રાજકોટ
News of Wednesday, 24th April 2019

સ્માઈલ કરાઓકે કલબ દ્વારા શનિવારે નોન કોમર્શીયલ સંગીતનો કાર્યક્રમ

રાજકોટઃ. 'સ્માઈલ કરાઓકે કલબ'ના સ્થાપક કિશોરભાઈ મંગલાણી તરફથી સ્ટેજ કાર્યક્રમોની અવિરત શ્રૃંખલાના ભાગરૂપે તા. ૨૭ના શનિવારે રાત્રે ૮.૪૫ કલાકે 'હેમુ ગઢવી મીની ઓડીટોરીયમ' ખાતે સંસ્થાના ગાયક કલાકારોનો ઓરીજીનલ ગીતના 'ઓન સ્ક્રીન પ્રોજેકશન' સાથે કરાઓકે સંગીતના સથવારે હિન્દી ફિલ્મોના નવા-જૂના સુમધુર ગીતોનો કાર્યક્રમ આયોજીત કરાયો છે. ઉલ્લેખનીય છે કે, 'સ્માઈલ કરાઓકે કલબ' 'નોન પ્રોફેશનલ' સંસ્થા છે. જેમાં શહેરના અગ્રણી એન્જીનીયર્સ, ડોકટર્સ, બિલ્ડર્સ, અધિકારીશ્રીઓ તથા તમામ ક્ષેત્રના કલા સાધકો ઉત્કૃષ્ઠ કક્ષાના ગીતો પીરસવા હંમેશા તત્પર તથા પ્રતિબદ્ધ રહે છે. કાર્યક્રમ હંમેશા નિઃશુલ્ક હોય છે. આ કાર્યક્રમમાં ગાયક કલાકારો તરફથી સ્ટેજ ઉપર ગીતો રજુ કરવામાં આવશે. સ્માઈલ કરાઓકે કલબના સંગીતપ્રેમીઓ કિશોરભાઈ મંગલાણી, શ્રીમતી મમતાબેન મંગલાણી, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ (ભજન), શ્રીમતી સરયુબેન શેઠ, રિષીકા શેઠ, દિવ્યકાંતભાઈ પંડયા, શ્રીમતી હીનાબેન કોટડીયા, ડો. દિનેશભાઈ શ્રીમાંકર, ડો. રંજનાબેન શ્રીમાંકર, જિતેન્દ્રભાઈ ભટ્ટ, શ્રીમતી ગીતાબેન ભટ્ટ, શ્રીમતી સાધનાબેન વિભાકર, પરેશભાઈ માણેક, પંકજભાઈ ઝિબા, મનહરભાઈ જોષી, સુરેશભાઈ વસદાણી, શ્રીમતી શાલીનીબેન રેલવાણી, નિલેષભાઈ મંગલાણી, અશોકભાઈ ચંદ્રાવાડીયા વિગેરે મધુર તથા પ્રખ્યાત ગીતો રજુ કરશે.(૨.૨૬)

(3:45 pm IST)