રાજકોટ
News of Wednesday, 24th April 2019

રેસકોર્ષ પાર્કમાં લોકશાહી પર્વની ઉજવણી : ઉમળકાભેર સામુહીક મતદાન

રેસકોર્ષ પાર્ક ફલટ ધારકોએ સંયુકત રીતે એકસાથે મતદાન કરવા જઇ લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. રેસકોર્ષ પાર્ક પરિવારના પ્રમુખ અને બી.જે.પી. વોર્ડ નં. ર ના પ્રમુખ તેમજ વિરમેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ ગોહિલ દ્વારા લોકોને મતદાન થકી જાગૃતતા દેખાડવા અપીલ થઇ હતી. નવરાત્રી, ગણેશોત્સવ કે ધુળેટી સહીતના તહેવારો  રેસકોર્ષ પાર્કના લોકો હળી મળીને ઉજવે છે. ત્યારે લોકશાહી પર્વ તેમાંથી કેમ બાકાત રહે. સૌએ સાથે મળી ઉળકાભેર મતાધીકાર ભોગવ્યો હતો. આ પર્વે મહીલા મોરચાના અંજલીબેન રૂપાણી, સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઇ મહેતા, કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, કોર્પોરટર જયમીનભાઇ ઠાકર, શિક્ષણ સમિતિના નરેન્દ્રસિંહ ઠાકુર, અગ્રણી નીરજભાઇ પાઠક, સુરેશભાઇ પરમાર, જૈન અગ્રણી રાહુલભાઇ મહેતા, જયસુખભાઇ પરમાર, ધૈર્યભાઇ પારેખ, જયેશભાઇ કાનાબાર, ધવલભાઇ જોશી, મુકુંદભાઇ ટાંક, કલ્પેશભાઇ આહ્યા, પ્રકાશભાઇ મોદી, જીજ્ઞાબેન મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર લોકશાહી પર્વની ઉજવણીને સફળ બનાવવા રાજેન્દ્રસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ હર્ષવર્ધનસિંહ ગોહીલ, વીરેન્દ્ર સંઘવી, હીનાબેન સંઘવી, કમલેશભાઇ મોદી, અજયભાઇ ઘીયા, નીલેશભાઇ બગડાઇ, હીનાબેન રાજપરા, અભિજીત પરમાર, હેમાબેન મોદી, કિશોર નલીયાપરા, ઉમેશભાઇ રાજપરા, અમીબેન, જયેશ માનસતા, રાજુભાઇ લાખાણી, પારસ મોદી, કશ્યપ દોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:44 pm IST)