રાજકોટ
News of Wednesday, 24th April 2019

ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૬ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે શનિવારે નેટ સિલેકશન

રાજકોટમાં નવરંગ ક્રિકેટ એકેડેમી ખાતે

રાજકોટ,તા.૨૪: રૂરલ ક્રિકેટ એસોસિએશન રાજકોટ, ગોંડલના માનદ્મંત્રી શ્રી મોહનસિંહ જાડેજાની અખબારી યાદી જણાવે છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન આયોજીત ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર- ૧૬ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૯- ૨૦ માટેની રૂરલ ક્રિકેટ એસોસિએશન- રાજકોટ, ગોંડલની ટીમ પસંદ કરવા માટેની સિલેકશન નેટ્સનું આયોજન તા.૨૭ એપ્રિલ શનિવારના રોજ સવારે ૮ કલાકે નવરંગ ક્રિકેટ એકેડેમી, વી.એન્ડ.વી હોસ્ટેલ સામે, સત્યસાંઈ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.આ ટુર્નામેન્ટ માટે પસંદગી પામવા ઈચ્છતા ખેલાડીઓકે જે તા.૧/૯/૨૦૦૩ પછી જન્મેલ હોય તેમણે સવારે ૮ કલાકે ક્રિકેટ યુનિફોર્મમાં (વ્હાઈટ ડ્રેસ અને શુઝ) પોતાની ક્રિકેટ કીટ્સ અને બે ફોટો તેમજ જન્મ પ્રમાણપત્રની બે નકલ સાથે શ્રી મોહનસિંહ જાડેજાને રિપોર્ટ કરવાનો રહેશે. ઉંમરની ખરાઈ માટે જન્મ પ્રમાણપત્ર તથા સ્કૂલ બોનાફાઈડ સર્ટીફીકેટ ઓરીજીનલ તથા ઝેરોક્ષ સાથે લાવવા જરૂરી હોવાનું જણાવાયું છે.

(3:43 pm IST)