મોહનભાઇની જીત નિશ્ચિતઃ મવડીમાં મતદાન પછી ભાજપ દ્વારા મિઠાઇ વિતરણ
રાજકોટ : ગઇકાલે રાજકોટ શહેરમાં લોકસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ ૬૦ ટકા જેટલુ મતદાન થતાં ભાજપનાં આગેવાનોએ ભાજપનાં ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાની જીત નિશ્ચિત હોવાની આશા સાથે ગઇકાલે મતદાન પુર્ણ થયા બાદ સાંજે જ મવડી વિસ્તારની શ્રીનાથજી સોસાયટી સહિતની સોસાયટીઓમાં શિવ શકિત ડેરીનાં સહયોગથી મીઠાઇ વિતરણ કરી મતદારોનાં મોઢા મીઠા કરાવેલ તથા આગેવાનોએ પણ મીઠા મોઢા કર્યા હતાં તે વખતની તસ્વીર. આ તકે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા, શિવ શકિત ડેરીવાળા જગદીશભાઇ અકબરી, પૂર્વ કોર્પોરેટર નરશીભાઇ કાકડીયા, પરસોતમ રાઠોડ, મુકેશ તોગડીયા, ચેતનભાઇ રામાણી, જે. ડી. ડાંગર, મહીપતભાઇ હુંબલ, જીજ્ઞેશભાઇ રાજયગુરૂ, ધીરૂભાઇ ચાવડા, જલાભાઇ મિયાત્રા, મહેશભાઇ અવાડીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, ભાવેશભાઇ ખીમાણીયા, મેહુલભાઇ ડાંગર, રાજુભાઇ ગોંડલીયા, ધીરૂભાઇ રાઠોડ, જગદીશભાઇ મકવાણા, કાનાભાઇ મિયાત્રા, વિપુલભાઇ ડાંગર, માવજીભાઇ ડાંગર, દિનેશભાઇ હુંબલ, જયદીપ હુંબલ, મોહિત વડાળ, બંસી સોની, ભરત મિયાત્રા, સંજયભાઇ દવે, મહેશ રાઠોડ, અશોક અવાડીયા, યોગરાજસિંહ જાડેજા, પ્રદીપભાઇ ડવ, નરશીભાઇ કાકડીયા, સુરેશભાઇ રામાણી, મૌલિક દેલવાડીયા, રસીકભાઇ કાવટીયા, વગેરે ઉપસ્થિત હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)