રાજકોટ
News of Wednesday, 24th April 2019

ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરવા બદલ શહેરીજનોનો આભાર માનતા પદાધિકારીઓ

રાજકોટ તા. ૨૪ : મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર એક સંયુકત યાદીમાં જણાવે છે કે, લોકસભા ૨૦૧૯ની સામાન્ય ચુંટણી અંતર્ગત રાજયમાં ગઈકાલ મતદાન યોજાયેલ.

લોકસભાની ચુંટણીમાં રાજકોટ શહેરના મતદારો દ્વારા ખુબ જ શાંતિપૂર્વક અને મતદાનને એક મહાપર્વ ગણીને ઉત્સાહ પૂર્વક મતદાન કરવામાં આવેલ છે. શહેરમાં કોઈપણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી. શહેરીજનોએ રાજકોટની શાંતિપ્રિય શહેરની પ્રતિભા જાળવી રાખેલ છે તેમજ ઉનાળાની ઋતુ હોવા છતાં શહેરના મતદારોએ પોતાના રાજધર્મ બજાવી ખુબ જ ઉંચું મતદાન કરેલ છે. જે ગૌરવની બાબત છે. આ ઉપરથી એવું ચોક્કસ સાબિત થાય છે કે દિન પ્રતિદિન મતદાર ખુબ જ જાગૃત થઇ રહ્યા છે. ફરીને શાંતિપૂર્વક મતદાન કરી, રાજધર્મ બજાવવા બદલ શહેરીજનો પ્રત્યે પદાધિકારીઓએ આભાર વ્યકત કરેલ છે.

(3:35 pm IST)