રાજકોટ
News of Wednesday, 24th April 2019

ડો. આંબેડકરજીના સ્મારકનો પ્રવાસન નિગમમાં સમાવેશ કરોઃ યુવા ભીમસેના દ્વારા વિવિધ પ્રશ્ને રજુઆત

રાજકોટઃ યુવા ભીમસેના દ્વારા ડો. આંબેડકરજીના સ્મારકનો પ્રાવસન નિગમમાં સમાવેશ કરવા સહિતના વિવિધ પ્રશ્ને તાત્કાલીક ઉકેલ લાવવા મ્યુ. કમિશ્નરને લેખીત પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આ અંગે યુવા ભીમ સેનાએ મ્યુ.કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, હોસ્પીટલ ચોકમાં ત્રીકોણીય બ્રીજ બનાવવાની જરૂર નથી તેમજ ડો. બાબા સાહેબ આંબેડકરના સ્મારકનો પ્રવાસન નિગમમાં સમાવેશ કરવા, શહેરમાં આવેલા મહાપુરૂષોની પ્રતિમા પાસે સી.સી.ટી.વી.કેમેરા તથા સીકયુરીટીગાર્ડ મુકવા તથા મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરીમાં ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા મુકવા સહિતના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી. આ રજુઆતમાં યુવા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકી સહિતના કાર્યકરો જોડાયા હતા (તસ્વીર : અશોક બગથરીયા)

(3:34 pm IST)