રાજકોટ
News of Wednesday, 24th April 2019

સીએમનો વિસ્તાર ચમકયોઃ સૌથી વધુ વોર્ડ નં.૯ અને સૌથી ઓછુ વોર્ડ નં.રમાં મતદાન

સૌથી વધુ ૬૭.૧પ ટકા અને સૌથી ઓછુ પ૯.૭૬ ટકા મતદાન થયું: ૧૮ વોર્ડના મતદાનના લેખાજોખા જાહેર

રાજકોટ, તા.,૨૪: ગઇકાલે યોજાયેલ લોકસભાની ચૂંટણીના મતદાન અંગે શહેરના તમામ ૧૮ વોર્ડના લેખાજોખા જાહેર થતાં તેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જે વિસ્તારનાં ધારાસભ્ય છે તે રાજકોટ પશ્ચિમ બેઠકમાં આવતા વોર્ડમાં સૌથી વધુ વોર્ડ નં. ૯ માં અને સૌથી ઓછુ વોર્ડ નંે.ર માં મતદાન થયું હતું.

આમ સૌથી વધુ અને સૌથી ઓછુ બંન્ને પ્રકારનાં મતદાન મુખ્યમંત્રીના મત વિસ્તારમાં જ થતાં આ બાબતે અનેક તર્ક-વિતર્કો સર્જયા છે.

આ અંગેની વિગતો મુજબ ગઇકાલે સાંજે લોકસભાનું રાજકોટ શહેરનું મતદાન શાંતિપુર્ણ રીતે પુર્ણ થતાં ભાજપ-કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દરમિયાન આજે ચૂંટણીનો થાક ઉતર્યા બાદ ભાજપ કાર્યાલય ખાતે પુર્વ મેયર અને હાલમાં મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી સહીતનાં અગ્રણીઓએ શહેરનાં તમામ વોર્ડના મતદાનનાં લેખાજોખા કાઢયા હતા.

જેમાં બહાર આવેલી વિગતો મુજબ શહેરમાં સૌથી વધુ ૬૭.૧પ ટકા મતદાન વોર્ડ નં. ૯ માં થયું છે અને સૌથી ઓછુ મતદાન પ૯.૭૬ ટકા વોર્ડ નં. રમાં થયું છે.

નોંધનીય છે કે ઉપરોકત બંન્ને વોર્ડ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં મત વિસ્તારનાં આવે છે. આમ સૌથી ઓછુ અને સૌથી વધુ બંન્ને પ્રકારનાં મતદાન મુખ્યમંત્રીના જ મત વિસ્તારમાં થતાં ભાજપના આગેવાનોએ આ બાબતે મનોમંથન શરૂ કર્યુ હતું.

શહેરના વોર્ડવાઇઝ મતદાનની ટકાવારી આ મુજબ છે. વોર્ડ નં. ૧માં ૬૪.૮૬, વોર્ડ નં. ર માં પ૯૭૬, વોર્ડ નં. ૩ માં ૬ર.૦૦,વોર્ડ નં. ૪ માં ૬૩.૬૩, વોર્ડ નં. પ માં ૬પ.૦૦, વોર્ડ નં. ૬માં ૬૬, વોર્ડ નં. ૭માં ૬ર.પ૦, વોર્ડ નં. ૮ માં ૬૬.૦૦, વોર્ડ નં. ૯ માં ૬૭.૧પ, વોર્ડ નં. ૧૦માં ૬૬.૩પ, વોર્ડ નં. ૧૧માં ૬૪.૦૦, વોર્ડ નં. ૧ર માં ૬૧.પર, વોર્ડ નં. ૧૩ માં ૬૩.ર૦, વોર્ડ નં. ૧૪ માં ૬પ.૦૦, વોર્ડ નં. ૬ર.૦૦, વોર્ડ નં. ૧૬ માં ૬૧.૦૦, વોર્ડ નં. ૧૭ માં ૬૩.પ૦, વોર્ડ નં. ૧૮માં ૬૧.૧૪.

(3:32 pm IST)