રાજકોટ
News of Tuesday, 24th April 2018

ત્રણ ટાબરીયાઓને પેલેસ રોડ પરથી મળી સોનાની વીંટીઓઃ પોલીસને આપી

જેની હોય તેણે એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટઃ શહેરના પેલેસ રોડ પરથી હાથીખાનાના ત્રણ ટાબરીયા આમીર હનીફભાઇ ગોવાળીયા (ઉ.૧૫), અરમાન અસલમભાઇ ગોવાળીયા (ઉ.૧૪) તથા યશ રણજીતભાઇ પરમાર (ઉ.૧૪)ને સોનાની વીંટીઓ મળી આવી છે. આ ટાબરીયાઓએ પ્રમાણિકતા વાપરી આ વીંટીઓ એ-ડિવીઝન પોલીસને સુપરત કરી છે. જેની વીંટીઓ હોય તેણે એ-ડિવીઝન પોલીસ મથક ખાતે પીએસઆઇ ભટ્ટનો સંપર્ક કરવા જણાવાયું છે. જેને વીંટીઓ મળી એ બાળકો જોઇ શકાય છે

(5:02 pm IST)