રાજકોટ
News of Tuesday, 24th April 2018

ભારતીનગર વિસ્તારમા પેવીંગ બ્લોક કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

 રાજકોટઃ શહેર વોર્ડ નં.૧ માં આવેલ ભારતીનગર વિસ્તારમાં પેવીંગ બ્લોક નાખવાનું કામ પુરજોશથી શરૂ કરાયું આ પેવીંગ બ્લેક સાઇડમાં નાખેલ છે આ શુભ કાર્ય પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી તેમજ રાજકોટ મહાનગર પાલીકા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલના હસ્તે હાજરી આપી આ વિકાસકાર્યને શરૂ કરાયું કુલ ૮૭ લાખ રૂપિયાના ખર્ચ આ પેવીંગ બ્લોકનું કામ આ  વોર્ડ નં.૧ના કોર્પોરેટર બાબુભાઇ આહિર-દુર્ગાબા જાડેજા વોર્ડ નં.૧ ભાજપ પ્રમુખ રસિકભાઇ સાવલીયા-મહામંત્રી કાનાભાઇ સથવારા, ચારૂબેન ચૌધરી, જયદીપસિંહ જાડેજા, રામદેવભાઇ આહિર, ભાવેશભાઇ પરમાર, શિવરાજસિંહ ચુડાસમા, નાગજીભાઇ વારૂ, અનિલભાઇ કણસારીયા, જયદીપસિંહ જાડેજા, સતુભા જાડેજા, શુકલાજી, હુસેન સૈયદ, હરિભાઇ લોકીલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં કામ શરૂ થયેલ છે.(૬.૨૪)

(4:35 pm IST)