રાજકોટ
News of Tuesday, 24th April 2018

વોર્ડ નં.પમાં પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત અને જીમનેશીયમની કામગીરીનું નિરીક્ષણ કરતાં કોર્પોરેટર દક્ષાબેન

રાજકોટ : શહેરનનાં વોર્ડ નં.પમાં વિકાસ કામોની વણઝાર હોવાનું આ વોર્ડના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાએ એક યાદીમાં જણાવ્યું છે તેઓએ પેડકરોડ ઉપર સ્વીમીંગ પુલમાં રૂ.૭૮.૮૦ લાખના ખર્ચે નિર્માણ થઇ રહેલ. જીમનેશીયમ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ સંતકબીર રોડ ઉપર રૂ.૧૪.૮૭ લાખના ખર્ચે પેવીંગ બ્લોક ફુટપાથનું ખાતમુહુર્ત પણ કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાનાં હસ્તે થયુ હતુ. તે પ્રસંગની તસ્વીરો આ તકે અરવિંદભાઇ ભેસાણીયા, વિજયભાઇ બગડા, અરવિંદભાઇ સાકરીયા, પ્રાગજીભાઇ ડોબરીયા વગેરે આગેવાનો અને લતાવાસીઓ ઉપસ્થિત રહયા હતાં. (ર૮.ર)

(4:35 pm IST)