રાજકોટ
News of Tuesday, 24th April 2018

ફૂલછાબ ચોક પોસ્ટ ઓફિસમાં એક કર્મચારીની દાદાગીરી તથા ઉધ્ધત વર્તન સામે વરિષ્ઠ નાગરિકોમાં ભારે રોષ

રાજકોટ તા. ૨૪ : પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં વધુ વ્યાજ મળતું હોવાથી વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં એ યોજનાઓ સાથે જોડાયા છે.પરંતુ કમભાગ્યે કેટલાક કર્મચારીઓની અવળચંડાઇને કારણે વરિષ્ઠ નાગરિકોને અપમાનિત થવું પડે છે.સામાન્ય કામ માટે વૃદ્ઘ નાગરિકોને એક એક કલાક પ્રતીક્ષા કરવી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે.

પ્રાપ્ત વિગત મુજબ આ પોસ્ટ ઓફિસમાં આજે એક વરિષ્ઠ નાગરિક પોતાના ખાતામાં ચેક જમા કરવા ગયા ત્યારે મેષ રાશીના એક કર્મચારીએ નામના કર્મચારીએ ચેક એક કલાક પછી સ્વીકારવામાં આવશે તેવું જણાવ્યું હતું.ચેક જમા કરવાની સ્લીપ ઉપર રિસીવડનો સિક્કો મારી ચેક સ્વીકારવાના એ અડધી મિનિટના કામમાં એક કલાક કેમ થાય એવો પ્રશ્ન એ વરિષ્ઠ નાગરિકે પૂછતાં કર્મચારીએ પીતો ગુમાવ્યો હતો અને જેમ ફાવે તેમ બમ બરાડા પાડી એ વરિષ્ઠ નાગરિકને ધમકાવવા લાગતાં ત્યાં ઉપસ્થિત અન્ય ગ્રાહકો સ્તબ્ધ થઈ ગયા હતા.અને અંતે એ વરિષ્ઠ નાગરિકને ચેક જમા કરાવ્યા વગર જતું રહેવું પડયું હતું.

કર્મચારીએએ એવો બચાવ કર્યો હતો કે એક ગ્રાહકનું નવુ ખાતું ખોલવાનું હોવાથી એ કામ પૂરું થાય તે પછી જ બીજા કામ હાથમાં લઈ શકશે.જોઙ્ગ ખાતું ખોલતા એક કલાક થતી હોય અને એ કારણે બીજા કોઈ ગ્રાહકને એટેન્ડ કરવાનું શકય ન હોય તો ચેક સ્વીકારવા જેવા સામાન્ય કામ માટે પોસ્ટ ઓફિસમાં અન્ય વ્યવસ્થા કરવી જોઈએ અને વરિષ્ઠ નાગરિકોને અપમાનિત કરી,ધક્કા ખવડાવવાની હીન વૃત્ત્િ। ધરાવતા આવા કર્મચારીઓ સામે પગલાં લેવા જોઈએ એવી માગણી ઉઠી છે.(૨૧.૩૭)

(4:29 pm IST)