રાજકોટ
News of Tuesday, 24th April 2018

કોટક સ્કુલમાં નિષ્ણાંતો દ્વારા તાલીમઃ શિક્ષકોનું સન્માન

રાજકોટઃ ડેવલોપમેન્ટ ઓરીએન્ટેડ ટ્રેનિંગ પ્રોગામનો  કોટક કન્યા વિનય મંદીર તથા સ્વ. ત્રિભોવનદાસ એચ. કોટક હુન્નરશાળા આયોજીત સ્કીલ સમાપન કાર્યક્રમ યોજાઇ ગયો આ કાર્યક્રમમાં જુદા -જુદા ૧૪ વિષયોની તાલીમ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છેલ્લા દિવસે તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરેલ નમુનાઓનું પ્રદર્શન તથા મહેંદી, આઇસ્ક્રીમ, ચોકલેટ, હેર સ્ટાઇલ, મેક-અપ જેવા વિષયોની સ્પર્ધા યોજાઇ નૃત્ય અને ગરબાના તાલીમાર્થીઓ દ્વારા મજાનું પર્ફોમન્સ રજુ થયું તમામ તાલીમાર્થીઓને ર્સ્ટીફિકેટ વિતરણ, વિજેતાઓને ઇનામ નિષ્ણાંત ટયુટર્સ તથા પ્રોજેકટ ઇન્ચાર્જ શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી નવીનભાઇ ઠકકર તથા શ્રી  વિણાબેન પાંધી એ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું. આ પ્રસંગે ર.હ. કોટક  પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વંદનાબેન બદીયાણી તથા પી.બી. કોટક હાઇસ્કુલના આચાર્યા શ્રી દેવીબેન હાજરી આપેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી દીપાબેન આભારવિધિ શ્રી દુર્ગાબેન પઢીયારે કરી કાર્યક્રમની સફળતા માટે ડો. માલાબેન કુંડલીયા ઇન્ચાર્જ ટીચર્સ શ્રી સરોજબેન પાંચાણી, નીતાબેન રાચ્છ, દીપાબેન જાની, દુર્ગાબેન પઢીયાર તથા રશ્મિબેન ભોજવાણીએ જહેમત ઉઠાવી હતી.

(4:20 pm IST)