રાજકોટ
News of Tuesday, 24th April 2018

શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી

ગતિશીલ શિક્ષણ બોર્ડઃ ગઇકાલે ગુજકેટની પરીક્ષા પતી... આજે હોલ ટીકીટ મળી

પોસ્ટ ઓફીસ વિભાગ કે શિક્ષણ બોર્ડની ધીમી ગતી જવાબદાર?

રાજકોટ, તા., ર૪: ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ તેના છબરડા માટે ખુબ જાણીતું છે ગઇકાલે ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ યોગ્યતા માટે લેવાતી ગુજકેટની પરીક્ષામાં રાજકોટના એક વિદ્યાર્થીને અપાતી હોલ ટીકીટ પરીક્ષા પુર્ણ થયાના ર૪ કલાક બાદ મળી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગુજકેટની પરીક્ષા ગઇકાલે યોજાઇ હતી. વિદ્યાર્થીઓ ગુજકેટની મહત્વની પરીક્ષા આપવા ખુબ ઉત્સુક હોય છે. પરીક્ષાની તૈયારીમાં પ્રવૃત  વિદ્યાર્થી હોલ ટીકીટ ન મળતા ભારે હાલાકી ભોગવી હતી. વિદ્યાર્થીનું ધ્યાન પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાખંડમાં ઓળખકાર્ડ ન મળવાને પગલે હતી. ગઇકાલે ગુજકેટની પરીક્ષા પુર્ણ થયા બાદ આજે સવારે પોસ્ટ દ્વારા રાજકોટના વિદ્યાર્થીને આ હોલ ટીકીટ મળતા વિદ્યાર્થી અને તેનો પરીવાર સફાળો અચરજમાં મુકાઇ ગયો છે.

ગતિશિલ ગુજરાતના કહેવાતા  પુરપાટ દોડતા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી છતી થઇ છે. વિદ્યાર્ર્થીને હોલ ટીકીટ મોડી મળવા બાબતે શિક્ષણ બોર્ડ જવાબદાર કે પોસ્ટ ખાતું? તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

(4:19 pm IST)