રાજકોટ
News of Tuesday, 24th April 2018

સરકાર સંવેદનશીલ, કચરાપેટી ગતિશીલ !

રાજકોટના મવડી રોડ પર નવસર્જન મ્યુનિસિપલ શોપીંગ સેન્ટર ખાતે વિશિષ્ટ પ્રકારની ગતિશીલ કચરાપેટીના દર્શન થયા છે. સતત ધમધમતા આ વિસ્તારમાં ભંગાર દશામાં પડેલ મારૂતિ ફ્રન્ટ્રી મોટરકારનો ઉપયોગ જાહેર કચરાપેટી તરીકે થાય છે. ભાજપ પોતાના શાસનને સંવેદનશીલ ગણાવે છે, પણ ભાજપીઓને ગતિશીલ કચરાપેટી પ્રત્યે સંવેદના જાગતી નથી. ભુતકાળમાં ગોંડલના મહારાજાએ રોલ્સ રોયલ કારમાં કચરો ભર્યો હતો. ભાજપના રાજમાં ગતિશીલ કચરાપેટી મચ્છર જેવા ઝેરી જંતુનું સર્જન કરી રહી છે.

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(4:13 pm IST)