રાજકોટ
News of Tuesday, 24th April 2018

રામનાથપરાની ૧૭વર્ષની સગીરાને સોહેલ મલીક ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ, તા.૨૪: રામનાથપરા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ભંગાળી શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ એડીવીઝન પોલીસ મથકમાં થઇ છે.

મળતી વિગત મુજબ રામનાથપરા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા પરમ દિવસે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા સગીરાના પિતા સહિતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો પતો લાગ્યો ન હતો બાદ સગિરાના પિતાએ તેની નાની િઅકરીને પૂછતા જણાવેલ કે મોટી બહેન તેના કપડા તથા પૈસા લઇ બાજુની શેરીમાં રહેતો સોહેલ મલીક જહાંગીર મલીક (રહે. રામનાથપરામાં મૂળ વેસ્ટ બંગાળના શીકાયપુર) ભગાંડી ગયો હોવાનું જણાવ્યુ હતું. આ મામલે સગીરાના પિતાએ એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંગાળી શખ્સ સોહેલ મલીક જહાંગીર મલીક વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીએસઆઇ જી. એમ. રાઠવાઓ તપાસ આદરી છે.

(4:06 pm IST)