રાજકોટ
News of Tuesday, 24th April 2018

રંગીલા રાજકોટમાં વિવિધ સ્થળે રાત્રી બજાર ધમધમશે :કમિશનર બંછાનીધી પાનીનો નિર્ણય

ડો. દસ્તુર માર્ગનો ૧૦૦ મીટરનો વિસ્તાર રાત્રી બજાર તરીકે જાહેર

રાજકોટ:રંગીલા શહેર તરીકે જાણીતા રાજકોટમાં પુન રાત્રી બજાર ધમધમશે રાજકોટવાસીઓ માટે કહેવાય છે કે, તેઓ હરવા ફરવા અને જમવાના શોખીન છે.રાજકોટમાં ભૂતકાળમાં એક રાત્રી બજાર કાર્યરત્ત હતી. લાંબા સમયથી લાંબા સમયથી રાજકોટમાં આવી કોઈ ઓર્ગેનાઈઝ્ડ રાત્રી ફૂડ બજાર ન્હોતી પરંતુ મહાનગરપાલિકાનાં પ્રયાસથી હવે નાગરિકોને આ સુવિધા પ્રાપ્ત થશે. સાથોસાથ રાજકોટમાં ફૂડનાં ધંધાર્થીઓને પરવાના સાથે વ્યવસાય અને રોજગારીની ઉત્તમ તક પણ મળી શકશે,તેમ મ્યુની. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

   તેમણે આ સુવિધા વિષે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના હોકર્સને રોજગારી મળી રહે તેમજ શહેરીજનોને ઓર્ગેનાઇઝડ ફુડ બઝારની સુવિધા મળે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ ડો. દસ્તુર માર્ગનો ૧૦૦ મીટરનો વિસ્તાર રાત્રી બજાર તરીકે જાહેર કરાયેલ છે ભવિષ્માં શહેરમાં વિવિધ સ્થળોએ પણ આનુસાંગિક બાબતોનો અભ્યાસ કર્યા બાદ રાત્રી બજારો શરૂ કરવાનું નિયત કરવામાં આવશે. દરમ્યાન ડો. દસ્તુર માર્ગ પરની રાત્રી બજાર ખાતે ફકત ફુડ ટ્રક અને ફુડ વેનને  જ  મંજુરી આપવામાં આવશે. આ ફુડ બઝાર ખાતેના વ્યવસાયિકોને રાત્રીના ૭ કલાકથી ૧૧. કલાક સુધી જ વ્યવસાય કરવાની મંજુરી આપવામાં આવશે.

 

(2:05 pm IST)