રાજકોટ
News of Tuesday, 24th April 2018

સામાકાંઠે બુલડોઝર ધણધણયુઃ ૪૭ સ્થળોએથી છાપરા, ઓટા, ઓરડીના દબાણો દુર કરાયા

કોર્પોરેશન દ્વારા વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં. ૬ તથા ૧પ ના દૂધ સાગર રોડ વિસ્તારમાં પાર્કીંગ-માર્ઝિનમાં થયેલ ગેરકાયદે બાંધકામો તોડી પડાયાઃ ફુડ શાખા દ્વારા ૧પ ખાદ્ય પદાર્થના વેપારીનું ચેકીંગઃ ૯ને નોટીસઃ ૪ કિલો પસ્તીનો નાશ દૂધ સાગર રોડ પરથી ૬ કિલો પ્લાસ્ટીક જપ્તઃ ૧૩ વેપારીઓને ૭ હજારનો દંડ

ડિમોલીશન : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે સવારે વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં. ૬-૧પ ના દૂધ સાગર રોડ પર પાર્કીંગ - માર્ર્ઝિનની જગ્યામાંથી ઓટા, છાપરા ઓરડી સહિતના ૪૬ સ્થળોએથી દબાણ દૂર કરાયા તે વખતની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ર૪ :.. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વન વીક વન રોડ અંતર્ગત ટાઉન પ્લાનીંગ શાખા, આરોગ્ય શાખા તથા સોલીડ વેસ્ટ શાખા સામાકાંઠા વિસ્તારના વોર્ડ નં. ૬ તથા ૧પ માં આવેલ દૂધ સાગર રોડ ઉપર ત્રાટકી હતી. ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આ વિસ્તારમાં પાર્કીંગ તથા માર્જિનમાં થયેલ દબાણો-ગેરકાયદે બાંધકામો ૪૭ સ્થળોએથી દૂર કરી જગ્યા ખુલી કરવામાં આવી હતી. આ દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા ૧પ ખાદ્ય પદાર્થેના  વેપારીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં ૯ ધંધાર્થીને ફુડ લાયસન્સ, રજી. ન હોવાથી નોટીસ આપવામાં આવી છે. ૪ કિલો પસ્તીનો નાશ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૧૩ વેપારીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું. આ ચેકીંગ દરમ્યાન ૬ કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યુ હતું. ૬ વેપારીઓ પાસેથી ૭ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિ. બંછાનીધિ પાનીની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના ઇસ્ટ ઝોન વિસ્તાર દૂધસાગર રોડ પર વન વીક વન રોડ, અંતર્ગત વોર્ડ નં. ૬ તથા ૧પ માં પાર્કીંગ તથા માર્જીનમાં થયેલ દબાણ - ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારના ૪૭ સ્થળોએથી ઓટા, છાપરા, ઓરડીના ગેરકાયદે દબાણો દૂર કરાયા હતાં.

ગુલાબભાઇ રાઉમા, શિરાજભાઇ કાદરી, સાજીદભાઇ કાદરી, રસીદભાઇ ગફારભાઇ મલેક, પ્રફુલભાઇ ગોહિલ, ઇસ્માઇલભાઇ જુણેજા, સુલતાનભાઇ, નાસીરભાઇ રાઉમા, ફિરોઝભાઇ ચૌહાણ, ઇસ્માઇલભાઇ ભારમલ, વિનાયકભાઇ સાદીકોટ, સંજયભાઇ મુળિયા, કેશુભાઇ રાઠોડ, કિરીટભાઇ રાઠોડ, સુરેશભાઇ મકવાણા, મહેન્દ્રસિંહ જાડેજા, બાલાજી પસ્તી ભંડાર, સર્જુભાઇ પટેલ, મુકેશભાઇ રામાણી, ઇન્ડીયન સ્ટુડીયો. તાજેતરમાં કમિશ્નરશ્રી દ્વારા 'વન વીક વન રોડ' અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ જે અન્વયે આ કામગીરીમાં ટી.પી.ઓ. હાજર રહેલ. આ ઉપરાંત ટાઉન પ્લાનીંગ શાખાના આસિ.ટાઉન પ્લાનર, જી.ડી.જોષી, એ.એમ.વેગડ તથા જે.જે.પંડયા તેમજ અન્ય ટી.પી.સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નાયબ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી તથા તેમનો સ્ટાફ, દબાણ હટાવ શાખાના આસિ.મેનેજર ડોડીયા તથા તેમનો સ્ટાફ, બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર આર.ડી.પ્રજાપતિ અને વી.વી. પટેલીયા તથા તેમનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ ડિમોલીશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

૬ કિલો પ્લાસ્ટીક જપ્ત

મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દૂધ સાગર રોડ પર દંડની કાર્યવાહી ડસ્ટબીન વિતરણ તથા પ્રતિબંધિત પાન પ્લાસ્ટીક જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મારૂતી પ્રોવીઝન સ્ટોર, જય અંબે પાન, શ્રી ગાંડુભાઇ ચમનભાઇ પરમાર, શ્રી વિનુભાઇ બચુભાઇ કાપડીયા, ગજાનંદ ડેરી ફાર્મ, દૂલાભાઇ વેલજીભાઇ, રાજબાઇ એજન્સી, રઘુવંશી ઇલેકટ્રીક, સાંઇ પાન, ગુરૂકૃપા પાન, અમન પાન, ચામુંડા ટી સ્ટોલ, ગુરૂકૃપા એજન્સી સહિત કુલ ૧૩ આસામીઓ પાસેથી રૂ. ૬,૮૧૭ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. તથા ૦૧ ડસ્ટબીન અને કુલ ૬ કી. ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ છે.

આ કામગીરી નાયબ કમિશ્નર નંદાણીના માર્ગદર્શન હેઠળ પૂર્વ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી પ્રજેશ સોલંકી તથા મદદનીશ પર્યાવરણ ઇજનેર વિલાસબેન ચિકાણી, એસ. આઇ. ડી. કે. સિંધવ, તથા એન. એમ. જાદવ તથા એસ. એસ. આઇ. જે. બી. વોરા, પ્રતિકભાઇ રાણાવસીયા, એચ. એન. ગોહીલ, પી. આર. વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતી.

આરોગ્ય વિભાગ દ્વારા  ૧પ વેપારીને ત્યાં ચેકીંગ

દર બુધવારે મુખ્ય ર્મા ચકાસણી અનુસાર આજ રોજ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફીસર એ.એન.પંચાલ તથા એફએસઓ કે.એમ.રાઠોડ, આર.આર.પરમાર, એચ.જી. મોલીયા દ્વારા દુધસાગર રોડ પર આવેલ ખાદ્યચીજનું વેચાણ કરતા રપ આસામીઓની ચકાસણી કરવામાં આવતા ૯ વેપારીઓને લાયસન્સ ન હોવાથી નોટીસ આપવામાં આ છે. ૪ કીલો પસ્તીનો નાશ કરાયો છે.

આ ચકાસણી દરમ્યાન ખાદ્ય ચીજોના વિક્રેતા પાનશોપ ફુડ પાર્લર, જયુસ પાર્લર, બેકરી શોપ, ફરસાણના વિક્રેતા ટી-સ્ટોલ ડેરી  ફાર્મ  જેવા તમામ ફુડ બિઝનેશ ઓપરેટરની આરોગ્ય પ્રદ સંગ્રહ/ઉત્પાદન તથા ફુડ લાયસન્સ-રજીસ્ટ્રેશન બાબતે રો-મટીરીયલની ગુણવતા તથા સમગ્ર પ્રીમાઇસીસની હાઇજીનીક કંડીશન બાબતે સઘન ચકાસણી કરેલ દરમ્યાન ફુડ લાયસન્સ-રજીસ્ટ્રેશન નંબર મેળવેલ હોય તેવા આસામીઓ, બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કે સંગ્રહ કરેલ હોય છાપેલ રદી પસ્તીનો પેકીંગમાં ઉપયોગ, દાજયું તેલનો ઉપયોગ, કાચા તેલને ફરસાણમાં ઉપયોગ કરે છે, તે દર્શાવતું બોર્ડ, બ્રિજમાં કાપેલા વાસી-સડેલા-પડતર સ્વાસ્થ્ય માટે હાનિકારક અખાદ્ય ચીજોના સ્થળ પર નાશની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ જવાબદાર આસામીઓને નોટીસ આપેલ, દરમ્યાન કુલ ૪ કિલો પસ્તીનો નાશ કર્યો હતો.

(3:00 pm IST)