રાજકોટ
News of Tuesday, 24th April 2018

આગામી ૧લી મે થી રાજકોટ એસટી તંત્ર 'વેકેશન' સંદર્ભે ર૦ એકસ્ટ્રા બસો દોડાવશે

દાહોદ- ગોધરા- ભુજ- અમદાવાદ- જામનગર- અમરેલી- મોરબી- કાલાવાડ- ગોંડલ માટે આયોજનઃ રાજકોટમાં બીજા તબક્કાની રપ૦ એપ્રેન્ટીસોની લેખીત પરીક્ષા લેવાઇ

રાજકોટ તા. ર૪ :.. આગામી ૧ લી મે ગુજરાત સ્થાપના દિવસથી રાજકોટ એસ. ટી. ડીવીઝન વેકેશનના કારણે ટ્રાફીકના ધસારાને પહોંચી વળવા ર૦  એકસ્ટ્રા બસો દોડાવશે તેમ ડીવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ ઉમેર્યુ હતું.

તેમણે જણાવેલ કે રાજકોટ-મોરબી- જસદણ વિગેરે ડેપો ઉપરથી ૧ લી તારીખથી દાહોદ-ગોધરા-ભુજ-અમદાવાદ-જામનગર - અમરેલી-ગોંડલ-કાલાવાડ-મોરબી માટે એકસ્ટ્રા બસો દોડશે. રાજકોટમાં એકસ્ટ્રા બસો માટેનું આખુ અલગ એક પ્લેટ ફોર્મ જ ઉભુ કરાયું છે.

દરમિયાન, આજે રાજકોટ એસટી ડીવીઝન વર્કશોપ ખાતે બીજા તબકકાની એપ્રેન્ટીસોની ભરતી માટે લેખીત પરીક્ષા લેવાઇ હતી, પરીણામ હવે આવશે. અને ત્યારબાદ ભરતી કરાશે. (પ-૧૦)

(11:42 am IST)