રાજકોટ
News of Monday, 23rd April 2018

૨૩મી એપ્રિલઃ આજે વિશ્વ પુસ્તક દિવસ

પુસ્તક એ માનવીનું આહોભાવી અને અસરદાર વ્યકિતતવ્ય બનાવે છે

''૨૩ મી એપ્રિલ'' એટલે વિશ્વ પુસ્તક દિન માનવી કાયમ માટે પુસ્તક વાંચતો હોઈ તેને સમજાઈ કે પુસ્તક એટલે શું? વાચકના મતે પુસ્તકદીન એટલે કે દિવાળી એટલે કે રામના રાજયભિષેક જેટલો જ આનંદ અને મહત્વ

પુસ્તક જયારે તમે વાંચો અને વાંચનને પુનરાવર્તન આપો ત્યારે તમને ખ્યાલ આવે કે આ સમાજ જીવનમાં કેટલું? અને કેટલા પ્રકારનું જ્ઞાન પડેલું છે? તેમ દરરોજ પુસ્તકનું અધ્યયન કરો ત્યારે તમને પુસ્તકએ માં- બાપ ભાઈ, બહેન, ગુરૂ, મિત્ર વગેરેનું જ્ઞાનત્વ પુરૃં પડે છે અને સારે પણ છે. તેની તમને વાંચનથી સ્વયમ સ્પષ્ટ પ્રતીતિ થશે. પુસ્તકના વાંચનથી જયારે તમે સમાજ જીવનમાં હોવા અથવા રોજીંદા જીવનમાં બેસો ત્યારે તમારા વાંચનથી તમે સ્વયં સ્પષ્ટ અનોખા તરી આવશો. કારણ કે વાંચનને કારણે તમારું જ્ઞાન જ તમને વિશેષ આનંદીત કરતું હશે અને તમે સમાજ જીવનની શ્રેષ્ઠતા ઉપર જ હશો. તમો નોર્મલ, વાતચીતમાં તમો તો વાત અસરકારક અહોભાવ, તમારી સુજ, સંવેદના, વાત, સમજ દરેક કરતા અલગ અને ેસર્વોતમ જ હશે તે નિર્વિવાદ હશે ખાસ તમારી સાથે તમામ લોકો સંપૂર્ણ અનીમતીમાં જ હશે તે પણ વાચક વ્યકિત સો ટકા અનુભવતી હસે જ.

આજના બાળકો કે યુવાનોએ વાંચન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સર્વોતમ પ્રધાન્યની જરૂરિયાત છે. તમો જયારે સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતા હો ત્યારે તમારો વિશેષ સમય લાયબ્રેરીમાં પસાર કરવો જોઈએ. લાયબ્રેરી અને જ્ઞાનએ એક સિકકાની બે બાજુ છે. લાયબ્રેરીએ ઈન્ફોર્મેશન સેન્ટર છે તેમ કહી શકાઈ. કોઈ મોટો તત્વ ચિંતક, સાહિત્યકાર, ફીલ્મીકાર, નાટ્યકાર પણ હોઈ કે કોઈ મોટા ધાર્મિક વિવેચક હોઈ તેને પણ લોકોને કંઈક નવુંને નવું આપવા માટે વાંચન કરવું અનિવાર્ય જ છે. તેના વાંચનને કારણે તેનું મહત્વ જળવાઈ છે અને સમાજ જીવનમાં શ્રેષ્ઠા પામે છે. આપની પાસે ઘરમાં પણ જો થોડી, નાની એવી લાઈબ્રેરી હશે તો આપણને અત્યંત આનંદ થશે અને બહારથી આવનાર વ્યકિતના માંનસ પર પણ તમારી પ્રત્યે ઉચ્ચતમ ભાવના પ્રગટ થશે. ૨૩મી એપ્રિલ વાંચન દિવસ તરીકે ઉજવાઈ છે. વર્લ્ડ બુક ડે ને વલ્ડ- બુક એન્ડ કોપીરાઈટ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આની ઉજવણી આશરે ૧૦૦ થી વધારે દેશોમાં ઉજવાઈ છે. આજથી સૌ લોકો સારા વાંચનને પ્રાધાન્ય આપે તેજ શુભેચ્છા.

ડો.રાજેશ એચ.ત્રિવેદી (લાયબ્રેરીયન, પીડીયુ ગવર્મેન્ટ મેડીકલ કોલેજ- રાજકોટ),

મો.૯૮૯૮૦ ૨૭૫૧૪

(1:20 pm IST)