રાજકોટ
News of Tuesday, 24th March 2020

હોમ કવોરન્ટાઇનવાળા કુટુંબોની દેખરેખ માટે ૬ અધિકારીઓને જવાબદારી સુપ્રત

દર-ત્રણ કુટુંબ દિઠ ૧ કર્મચારીને ફરજ અપાઇઃ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ દ્વારા સતત મોનીટરીંગ

રાજકોટ તા. ર૪: કોરોનાનું સંક્રમણ રોકવા મ્યુ. કોર્પોરેશન દ્વારા વિદેશથી આવેલા લોકોનાં પરિવારોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ૬૦૦ થી વધુ પરિવારોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે ત્યારે આવા પરિવારોને જીવન જરૂરી ચીજ-વસ્તુઓ મળી રહે ઉપરાંત તેઓનું મેડીકલ ચેકઅપ, સારવાર વગેરેની વ્યવસ્થા માટે ખાસ ૬ અધિકારીઓની નિમણુંક મ્યુ. કમિશ્નર દ્વારા કરાઇ છે.

આ અંગે મ્યુ. કમિશ્નર દ્વારા કરાયેલ હુકમમાં જણાવાયું છે કે, કોરાના વાયરસ કે જેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે ત્યારે હાલની કોરોના વાયરસ કે જેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે ત્યારે હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજકોટ શહેરમાં વિદેશથી આવેલા અલગ અલગ કુટુંબોને કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે જેમાં હાલ ત્રણ કુટુંબ દીઠ ૧ (એક) કર્મચારીને કોરોન્ટાઇન હેઠળનાં કુટુંબનું સતત સુપરવિઝન અને મોનીટરીંગની કામગીરી સોંપવામાં આવેલ છે. સદરહું કામગીરી કરતા કર્મચારીઓ ઉપર ઓવરઓલ સુપરવિઝન અને સંકલન માટે ફલાઇંગ સ્કવોડ માટે ૬ અધિકારીઓને કામગીરી સુપ્રત કરવા આથી હુકમ કરવામાં આવે છે.

જેમાં એમ.ડી. ખીમસુરીયા આસી. મેનેજર ટેકસ (ઇ.ઝી.) ને ઇસ્ટ ઝોનનાં તમામ વોર્ડ બી. એચ. પરમાર આસી. મેનેજર પ્રોજેકટને વોર્ડ નં. ર-૩ માં આર. એમ. ગામેતી આસી. મેનેજર ટેકસ (સે.ઝો.) ને વોર્ડ નં. ૭, ૧૩, ૧૪, ૧૭માં વી. આર. મેહતા આસી. મેનેજર ટેકસ (વે. ઝો.)ને એન. એમ. વ્યાસ આસી. મેનેજર ટેકસ (વે. ઝો.) ને વોર્ડ નં. ૮ અને ૧૦ માં માં. એ. બી. ચોલેરા આસી. મેનેજર વોર્ડ નં. ૧૧-૧ર માં કોરોન્ટાઇન કરાયેલા કુટુંબની રેન્ડમલી મુલાકાત લઇ કામગીરીનું સુપરવિઝન અને જરૂરી માર્ગદર્શન ફરજ સુપ્રત કરાઇ છે.

ફલાઇંગ સ્કવોડના અધિકારીને સુપ્રત કરેલ ઝોન તથા વોર્ડનાં. કોરોન્ટાઇન કરાયેલા કુટુંબોની રેન્ડમલી રૂબરૂ મુલાકાત લેવાની રહેશે કામગીરીનો રિપોર્ટ સબંધિત ઝોનનાં નાયબ આરોગ્ય અધિકારીશ્રીને હુકમ કરાયો છે. 

(3:48 pm IST)