રાજકોટ
News of Saturday, 24th March 2018

માસૂમ પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજારનાર નરાધમ પિતાને આજીવન કેદની સજા

સગીર પુત્રીનો ગર્ભપાત કરવા માટે માતાના કોર્ટમાં પોકાર

નડીયાદ : ભરૂચ જીલ્લાના મંઢોલામાં રહેતા રમેશભાઈ સોમાભાઈ વસાવા પરીવાર સાથે મજૂરી કામ અર્થે ખેડા જીલ્લામાં આવ્યા હતા. તેઓ ઘણા દિવસ મહુધા તાલુકાના અકલાચામાં રહ્યા હતા. બાદમાં તેઓ ખેડા તાલુકાના રઢુમાં આવેલા હર્ષદભાઈના ખેતરમાં કુવા ઉપર રહેવા ગયા હતા. મજૂરી કરી પેટયુ રળતા આ પરીવારમાં એક ૧૪ વર્ષની સગીર પુત્રી પણ હતી. રમેશભાઈ વસાવાની પત્નિ ખેતરમાં કામ કરવા ગઈ હોય તે વખતે તેમજ ઘણી વખત મોડી રાત્રીના રમેશભાઈ વસાવા તેમની પુત્રી પર મોઢુ દબાવી અત્યાચાર ગુજારતા હતા. તા.૭-૯-૧૬ અગાઉ ત્રણ માસથી સતત આ કારસ્તાન કરતા હોઈ સગીર પુત્રી ગર્ભવતી બની હતી. તેથી તેની જાણ તેની માતાને થઈ હતી. માતાએ પુત્રી પાસેથી તમામ હકીકત જાણી હતી. માતા સાથે પુત્રીને કુવામાં ધક્કો મારી દેવાની ધમકી પણ આપીતી પિતાએ કરેલા અમાનુષી કૃત્ય બાબતે ખેડા પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે રમેશની ધરપકડ કરી ચાર્જશીટ નડીયાદ કોર્ટમાં કરી હતી. આ કેસ નડીયાદ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એન એ અંજારીયાએ આરોપીને જન્મટીપની કેદ તથા રૂ.૫૦૦૦૦/-નો દંડ અને જો દંડ ના ભરે તો વધુ છ માસની જેલની સજાનો હુકમ કર્યો છે. સગીર પુત્રી પર બળાત્કાર કરનાર પિતાને આજીવન કેદની સજા સંભળાવતી વખતે ન્યાયાધીશે જણાવ્યુ હતું કે આવા જાનવર જેવા પિતાને સમાજમાં છૂટો મૂકી શકાય તેમ નથી. આરોપીએ કરેલ કૃત્ય એક પ્રાણીને પણ ન શોભે તેવુ વે. ગર્ભવતી પુત્રીનું ગર્ભપાત કરાવવા માટે તેની માતાએ નડીયાદ કોર્ટમાં પરવાનગી માગી હતી. નડીયાદ કોર્ટ કેશના સંજોગો જોઈ સગીરાનું ગર્ભપાત કરાવવા મંજૂરી આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમની હાજરીમાં સગીરાનું ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.(૩૭.૧૪)

(4:00 pm IST)