રાજકોટ
News of Saturday, 24th March 2018

વેરા શાખા રમશે ટી-૨૦: ૭ દિ'માં ૫૦ કરોડ વસુલવા સટાસટી

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નો મિલ્કત વેરાનાં ૨૫૫ કરોડનાં લક્ષ્યાંક સામે ૨૦૫ કરોડની આવકઃ ૨.૫૧ લાખ કરદાતાઓએ તંત્રની તીજોરીમાં ઠાલવ્યાઃ ન્યુ રાજકોટનાં લોકોએ સૌથી વધુ વેરો ભર્યોઃ એક વર્ષમાં તંત્રનાં ચોપડે ૪૬,૫૧૯ નવ ી મિલ્કત નોંધાય

રાજકોટ, તા.,૨૪: મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નાં રૂ.૨૫૫ કરોડનાં લક્ષ્યાંક સામે આજ દિન સુધીમાં ૨.૫૧ લાખ કરદાતાઓએ રૂ.૨૦૫ કરોડ તંત્રની તીજોરીમાં ઠાલવ્યા છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેરા શાખાની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.ત્રણેય ઝોનમાંથી સૌથી વધુ આવક રૂ.૧૦૦ કરોડ વેસ્ટ ઝોનનાં વિસ્તાર માંથી થવા પામી છે.જયારે ઇસ્ટ ઝોનનાં વિસ્તારોમાં ૨૯.૮૫ કરોડ મિલ્કત વેરા પેટે જમા થયા છે. આ વર્ષે તંત્રનાં ચોપડે ૪૬૫૧૯ મિલ્કત નવી ઉમેરાય છે. વેરા શાખાને લક્ષ્યાંક પુર્ણ રૂ.૫૫ કરોડનું છેટુ છે. તંત્ર દ્વારા લક્ષ્યાકં પુર્ણ કરવા મિલ્કત સીલીંગ, નળ કનેકશન કપાત, જપ્તીની નોટીસ તથા હરરાજી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે લક્ષ્યાંક પુર્ણ થશે કે કેમ ? તે તો સમય બતાવશે.

આ અંગે કોર્પોરેશનની વેરા શાખા માંથી પ્રાપ્ત થયેલ  વિગતો મુજબ ઝોન વાઇઝ  માહિતી આ મુજબ છે.

વેસ્ટઝોનમાં ૧૦૦ કરોડની આવક

ન્યુ રાજકોટનાં કુલ ૮ વોર્ડનાં ૧.૧૧ લાખ કરદાતાઓએ રૂ.૧૦૦ કરોડ તંત્રની તીજોરીમાં જમાં કર્યા છે. જેમાં ૧૫,૯૩૯ નવી મિલ્કતો નોંધાય છે.વોર્ડ નં.૧માંં ૧૩,૫૮૮ લોકએ રૂ.૨૩.૩૧ કરોડ, વોર્ડ નં ૮માં ૧૯,૭૫૮નાં રૂ.૨૨.૫૬ કરોડ,વોર્ડ નં૯માં ૨૨,૦૮૪ના રૂ.  ૧૪.૦૨ કરોડ, વોર્ડ નં.૧૦માં ૨૨,૦૮૩એ રૂ.૧૨.૯૨ કરોડ,વોર્ડ નં.૧૨માં ૧૩,૮૨૪એ રૂ.૮.૮૪ કરોડ   તથા અન્ય સહિત  વેરા આવક થવા પામી છે.

જુના રાજકોટમાં ૯૬ હજાર કરદાતાઓએ વેરો ભર્યો

સેન્ટ્રલ ઝોનનાં ૯૫,૯૮૯ કરદાતાઓએ રૂ.૭૫.૭૩ કરોડત્રની તીજોરમાં જમાં કરાવ્યા છે. આ ઝોનમાં  પ૯૮૧ નવી મિલ્કતો નોંધાઇ છે. વોર્ડ નં. ર માં ૧૩૭૮૧ કરદાતાઓએ ૯.૬ર કરોડ, વોર્ડ નં. ૩ માં ૯૯૩૩ એ રૂ. પ કરોડ, વોર્ડ નં. ૭ માં ૩૦,૦૦૦ એ રૂ. ૩૪.૭ કરોડ, વોર્ડ નં. ૧૩ માં ૧૪૭૮પ એ રૂ. ૧૦. ૪પ કરોડ,  વોર્ડ નં. ૧૪ માં ૧રપ૮૪ એ રૂ. ૭.પ૯ કરોડ, વોર્ડ નં. ૧૭માં ૧૩ર૬૦ એ રૂ. ૬.પ૦ કરોડ તથા અન્ય સહિત કુલ રૂ. ૭પ કરોડ આવક થવા પામી છે.

સામા કાંઠે રપ હજાર નવી મિલ્કતો નોંધાઇ

શહેરના ઈસ્ટ ઝોનના ૬ વોર્ડના ૪૪પ૮૮ કરદાતાઓએ ર૯.૮પ કરોડના વેરા પેટે તંત્રની તિજોરીમાં ઠાલવ્યા છે. જેમાં વોર્ડ નં. ૪ માં ૮૭પર એ રૂ. પ.૭૭ કરોડ, વોર્ડ નં. પ માં ૮૬પ૩ એ રૂ. પ.૩૬ કરોડ, વોર્ડ નં. ૬માં ૭૬૮૯ એ રૂ. પ.૪૯ કરોડ, વોર્ડ નં. ૧પ માં પ૪પ૭ એ રૂ. ૬.૩૧ કરોડ વોર્ડ નં. ૧૬માં ૧૦ર૧૪ ના રૂ. ૪.૬પ કરોડ તથા વોર્ડ નં. ૧૮ માં ૩૬૧૬ એે રૂ. ર.૧૦ કરોડ સહિત કુલ રૂ. ર૯.૮પ કરોડનો વેરો ભર્યો છે.

(3:57 pm IST)