રાજકોટ
News of Saturday, 24th March 2018

હનુમાન જયંતિની શોભાયાત્રા અર્થે મીટીંગ

બડાબજરંગ મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતીના દિવસે નીકળનારી શોભાયાત્રાની તૈયારીના સંદર્ભમા એક મીટીંગ તાજેતરમાં મળી હતી. જેમાં રાજકોટની ૮૦થી વધુ વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્થાઓ, ગરબી મંડળો, ગણપતિ ઉત્સવ સમિતિઓ તેમજ ૨૫૦ થી વધુ ઉપસ્થિત રહેલ. મીટીંગની શરૂઆત હનુમાન ચાલીશાથી કરાઇ હતી. ત્યાર બાદ બડા બજરંગ મિત્ર મંડળ દ્વારા વર્ષમાં કરવામાં આવતા કાર્યક્રમોની માહિતી બડા બજરંગના ખજાનચી અજયભાઇ ભટ્ટી દ્વારા અપાયેલ. ત્યારબાદ પ્રમુખ કલ્પેશભાઇ ગમારા દ્વારા આ યાત્રાની શરૂઆત કેવી રીતે થઇ ત્યારથી માંડીને અત્યાર સુધીના આયોજનોનો ચિતાર અપાયો હતો. સમાજ અગ્રણી જીતુભાઇ મહેતાએ ધર્મનીરક્ષાના કાર્યની માહિતી આપી હતી. શિવસેનાના પ્રમુખ જીમીભાઇ અડવાણીએ હનુમાન ભકતોને આ યાત્રામા ભગવા કપડા પહેરવા સૂચન કર્યુ હતુ. એનિમલ હેલ્પ લાઇનના મિતલભાઇ ખેતાણી દ્વારા આયાત્રાને ગૌરક્ષાની થીમ આપવાનુ સૂચન કર્યુ હતુ. કુમ કુમ ગ્રુપના પ્રમુખ દ્વારા યાત્રામાં પડતી મુશ્કેલીઓ તથા અન્ય સંસ્થાના લોકો દ્વારા ધાર્મિક તહેવારોનું મહત્વ વિશે માહિતી આપેલ હતી. અજય મહારાજ, દિનેશભાઇ પુનવાણી, પ્રવચન કરેલ. વિજયભાઇ પુનવાણીએ પ્રાસંગીક વચન કરેલ. બડા બજરંગ મીત્રમંડળના સારથી એવા સ્વ.બકુલભાઇ વોરાને ૨ મિનિટનું મૌન રાખવામાં આવેલ. સમગ્ર મિટિંગનું સંચાલન મંડળના મંત્રી રવિભાઇ ભટ્ટીએ કર્યુ હતું.(૧.૨૫)

(2:09 pm IST)