રાજકોટ
News of Saturday, 24th March 2018

શાપર - વેરાવળમાં મહિલા સંચાલીત જુગારના હાટડા પર એલસીબી ત્રાટકીઃ ૭ પકડાયા

ગોરાણીમાં તરીકે ઓળખાતી સરોજબેન જુગાર રમાડતી'તીઃ રાજકોટની ત્રણ મહિલા સહિત પાંચ પત્તા ટીંચતા'તા

રાજકોટ તા. ૨૫ : શાપર - વેરાવળમાં મહિલા સંચાલીત જુગારના હાટકા પર એલસીબીએ રેઇડ કરી જુગાર રમતી પાંચ મહિલા સહિત સાતને ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા અંતરીપ સૂદની સુચના મુજબ ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.ચાવડા, પો.સબ.ઇન્સ. બી.એન.ચૌધરી, પોલીસ હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, પો.કોન્સ. બાલક્રુષ્ણભાઇ ત્રિવેદી, રસિકભાઇ જમોડ એ રીતેના બધા કોમ્બિંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજાને અગાઉથી ચોક્કસ હકિકત મળેલ કે, શાપર(વે) ભકિતધામ સોસાયટીમા રહેતી સરોજબેન ઉર્ફે ગોરાણીમા મહેતા પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે જેથી સદરહુ જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) સરોજબેન ઉર્ફે ગોરાણીમા વા/ઓ મનુભાઇ મહેતા બ્રાહ્મણ (રહે. શાપર-વેરાવળ) (૨) નીતાબેન વા/ઓ રમેશભાઇ ગોરીયા પટેલ (રહે. શાપર-વેરાવળ) (૩) નયનાબેન વા/ઓ રજનીકાંત કારીયા લોહાણા (હુડકો ચોકડી, રાજકોટ) (૪) સુરેશભાઇ હમીરભાઇ પીઠીયા આહિર (રહે. શાપર-વેરાવળ) (૫) ભાનુબેન વા/ઓ કેશુભાઇ અકબરી પટેલ (મવડી પ્લોટ, રાજદીપ સોસાયટી, રાજકોટ) (૬) મીનાબેન વા/ઓ દીનેશભાઇ રુડકિયા કુંભાર (મવડી પ્લોટ, ન્યુ રાજદીપ સોસાયટી, રાજકોટ) (૭) વિજયભાઇ દાનાભાઇ જાદવ રજપુત (રહે. શાપરવેરાવળ)ને રોકડા રુ.૨૭,૯૦૦ મોબાઇલ ફોન ૦૭ કિ.રુ.૧૩,૦૦૦ સહિત કુલ ૪૦,૯૦૦ ના મુદામાલ સાથે મળી આવતા તેઓ વિરુદ્ઘ જુ.ધા.કલમ ૪,૫ મુજબ ગુન્હો રજી. કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.(૨૧.૧૫)

(11:48 am IST)