રાજકોટ
News of Wednesday, 24th February 2021

વલસાડના દારૂ-ચીટીંગના ગુન્હામાં ૩ વર્ષથી વોન્ટેડ રાજકોટનો જગદીશ શેઠ પકડાયો

રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે રાજકોટથી ઝડપી લઈ વલસાડ પોલીસને હવાલે કર્યો

રાજકોટ, તા. ૨૪ :. વલસાડના દારૂ અને ચીટીંગના ગુન્હામાં ૩ વર્ષથી વોન્ટેડ રાજકોટના શખ્સને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા રૂરલ એસ.પી. બલરામ મીણાની સૂચના અન્વયે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ વી.એમ. કોલાદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.કો. મહેન્દ્રસિંહ સોલંકીને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી વલસાડ જીલ્લામા પારડી પોલીસ મથકના પ્રોહીબીશન તેમજ ચીટીંગના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી જગદીશ ઉર્ફે જગો ઉર્ફે કલેશભાઈ મનસુખભાઈ શેઠ રે. કેવડાવાડી રાજકોટને રાજકોટમાંથી દબોચી લઈ વલસાડ પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઈ મહમદ રફીકભાઈ ચૌહાણ, હેડ કોન્સ. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઈ ધાંધલ તથા ડ્રા. પો.કો. વિરમભાઈ સમેચા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(2:40 pm IST)