રાજકોટ
News of Wednesday, 24th February 2021

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરતા કલેકટરઃ તમામ R.O. સાથે મીટીંગ

રાજકોટ તા.ર૪ : કોર્પોરેશન ચૂંટણી શાંતિપૂર્ણ જતા રેવન્યુ તંત્રે હાશકારો મેળવ્યો છે, હવે આવતા રવીવારે તા. ર૮ મીએ રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠક તથા રાજકોટની ૧૧ તાલુકા પંચાયતની ર૦ર બેઠકની ચૂંટણી થશે.

આ સંર્દભે આજે બપોરે ૧ વાગ્યાથી રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીની તમામ આર.ઓ. સાથે કલેકટર કચેરી ખાતે સમીક્ષા યોજી હતી.આ મીટીંગમાં મતદારયાદી, ઇવીએમ, રીલીબીંગ ડીસ્પેચીંગ સેન્ટર, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બુથો તથા અન્ય તમામ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ પાઠવી હતી.

(2:38 pm IST)