ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનતા ભાજપના આગેવાનો
રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે ના આદર અને પ્રગાઢ પ્રેમભરી મૈત્રીભાવ ના કારણે ૫ ડીગ્રી વાળા વોશિંગટન થી ૩૫ ડીગ્રી ગરમી વાળા અમદાવાદ આવી અને ૨૨ કિ.મી. નો રોડશો અને મોટેરા સ્ટેડિયમ ખાતે જાહેર સમારંભ માં હાજરી આપી ગુજરાતીઓ નું સન્માન અને ગુજરાત નું ગૌરવ વધારનાર ગુજરાત-ભારત ના મહેમાન અમેરિકા ના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિતિ વાળા અદભુત ઐતિહાસિક કાર્યક્રમ માં ભાગ લેવા આવેલ નીચે મુજબ અગ્રણીઓ ભાજપ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ,શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ ભાર્ગવભાઈ ભટ્ટ,પ્રવકતા રાજુભાઇ ધ્રુવ,મીડિયા સેલ ના પ્રદેશ કન્વીનર પ્રશાંતભાઈ વાળા,બૌદ્ઘિક સેલના કન્વીનર જયેશભાઇ વ્યાસ,પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રી નેહલભાઈ શુકલ નજરે પડે છે.