મોબાઇલ ફોનમાં આઇડી ૫ર ક્રિક્રેટ મેચનો સટ્ટો રમતા બે શખ્સોની ધરપકડ કરતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ
રાજકોટ : હાલમાં ઓસ્ટ્રેલીયામાં ચાલતી ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટના સટ્ટાના કેસો શોધી કાઢવા ઉપરી અધિકારીઓએ સૂચના આપી હોઇ પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.-વી.જે.જાડેજા તથા ડી.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારેદરમ્યાન એ.એસ.આઇ.જયેશભાઇ પી.નિમાવત, ચેતનસિંહ વી. ચુડાસમાને મળેલ બાતમીના આધારે 2 શખ્સ હસમુખભાઇ દયાલજીભાઇ કટારીયા રહે. માકેટીંગ યાર્ડ પાસે, ઉ.વ.૪૦ ધંધો-વેપાર, શ્રીરામ સોસાયટી તથા તુષાર જયંતિભાઇ રાઠોડ રહે. બાલાજી હોલ, ૧૫૦ ફૂટ રીંગ શક્તિ સોસાયટી, શેરી ન.૨૦ને મોબાઈલ ફોનની એપ્લિકેશન પર જુગાર રમતા પકડી લીધા છે. બને પાસેથી રોકડ અને મોબાઈલ ફોન કબજે લેવાયા છે.
શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ , સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણા તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના મુજબ પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ પી.નિમાવત, રાજદિપસિંહ ડી.ગોહિલ, ચેતનસિંહ વી. ચુડાસમા, પો.હેડ કોન્સ.હિતેન્દ્રસિંહ પી.ઝાલા, મહેન્દ્રસિંહ વી. જાડેજા, ભરતસિંહ બી.પરમાર સાહિતે આ કામગીરી કરી છે.