રાજકોટ
News of Friday, 24th January 2020

જામનગર રાજવી પરિવારના વંશજ ૧૪ વર્ષીય ઉત્કર્ષસિંહજી જાડેજા ઓલ ઇન્ડીયા સેકન્ડ બેસ્ટ કેડેટ બન્યા

ર૮ મી જાન્યુઆરીએ પ્રાઇમ મિનિસ્ટર્સ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇના હસ્તે થશે સન્માન : જનરલ રાજેન્દ્રસિંહજી સહિતના દેશના ગૌરવવંતા પૂર્વજોને સિધ્ધિ એનાયત કરી

રાજકોટ, તા. ર૪ : અગામી તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ ૭૧માં ગણતંત્ર દિન સમારોહ નિમિતે આ વર્ષે રાજકોટ શહેર  મોટા પાયે સમગ્ર ગુજરાતનુ યજમાન બની  તૈયારી કરી રહ્યુ છે. આ પ્રસંગને દિપાવવા ગુજરાતના રાજયપાલ, મુખ્યમંત્રીશ્રી અને તેમજ સમગ્ર પ્રધાનમંડળ હાજર રહેવાનું છે. આવા સમયે, એક સ્થાનિક ૧૪ વર્ષના તરૂણ આ શહેરને ઉજવણીનુ એક વધુ કારણ આપી રહ્યા છે. 

રાજકોટના રહેવાસી એન.સી.સી. કેડેટ સારજન્ટ ઉત્કર્ષસિંહજી અર્જુનસિંહજી જાડેજા કે જેઓ અમદાવાદમાં શ્રેષ્ઠ એન. સી. સી. કેડેટ તરીકે ગોલ્ડ મેડલ જીત્યા છે અને જેઓ ધ રીપબ્લીક ડે પરેડ કેમ્પ નવી દિલ્લીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એમની આ ઉપલબ્ધી ગુજરાતના નિયમિત ડ્રિલ કન્ટીન્જન્ટ ઉપરાંતની છે.

 ડિસેમ્બર માસથી નવી દિલ્લીના બર્ફીલા તાપમાન વચ્ચે ઉત્કર્ષસિંહજી અન્ય  રાજયો તરફથી હરિફાઈઓમાં વિજય મેળવીને હવે અમુલ્ય પ્રાઈમ મિનિસ્ટર્સ રેલી માં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે, ઉપરાંત તેઓ હાલમાં ચિફ ઓફ આર્મી, નેવી તેમજ એરકોર્સ, દિલ્લી મુખ્યમંત્રી જેવા મહાનુભાવો તેમજ નિયમિત આર.ડી.સી. કેમ્પની મુલાકાતે આવનાર વિ.વિ.આઈ.પી. ઓ સમક્ષ પોતાની પ્રસ્તુતિઓ આપી રહ્યા છે.

ઉત્કર્ષસિંહજી કે જેઓ બાયોટેકનોલોજી તેમજ જીનેટીકસમાં રસ ધરાવે છે, તેઓ રાજકુમાર કોલેજ, રાજકોટ ના ધોરણ ૯ ના વિધાર્થી છે. તેઓ જામ રણજીતસિંહજીના સીધા વંશજ છે એટલે કે નવાનગર/જામનગર ના જુના રાજવી પરિવાર ના કુમાર છે. આ પરિવારે પેઢી દર પેઢી આઝાદીના વર્ષ ૧૯૪૭ થી લઈને  શ્રેષ્ઠ કેડેટ નો એવોર્ડ જીતવાની અમુલ્ય પ્રથા જાળવી રાખી છે જેમા તેમના કાકાશ્રી ગિરિરાજસિંહજી-૧૯૭૮ તેમજ રાજદિપસિંહજી-૧૯૭૭ સામેલ છે. જામનગરના આ રાજવી પરિવારે આપણને દેશના પહેલા આર્મી ચીફ (સેના પ્રમુખ) રૂપે મહારાજ કુમાર જનરલ શ્રી રાજેન્દ્રસિંહજી પણ આપ્યા છે.

ગુજરાતતા તમામ યુવા કેડેટો માટે ખરેખર એક ગર્વ લેવા જેવી બાબત છે. ભારતભરમાં યોજાતી અનેક દ્યનિષ્ઠ સ્પર્ધાઓ માથી, અનેક બદ થી બદતર કઠીનાઈઓ તેમજ પરિસ્થિતીઓમાં થી પાર પડયા બાદ તેઓ પસંદગી પામે છે અને તે પણ એકદમ જુજ સુવિધાઓ ની વચ્ચે રહીને. આવા યુવાનો તથા યુવતિઓ દેશ ના નિર્માણ અર્થે સબળ શારીરીક તેમજ અડગ મનોબળ સાથે દેશની સેવામાં પુર્ણ ભાવથી સમર્પીત થતા હોય છે અને તોજ આ સ્તરે પંહોચવુ શકય બને છે. ટીક -ટોક જમાનામાં તેમને દેશના સાચા અર્થમાં હિરો તરીકે આંળખવા જરૂરી છે. ઉત્કર્ષસિંહજી જેવા કેડેટ ની આવી ઉપલબ્ધી ખરેખર નોંધનિય છે જે આપણા સમાજમાં ખાસ બિરદાવવી જ રહી.

(4:47 pm IST)