રાજકોટ
News of Saturday, 23rd December 2017

કોર્પોરેશનનાં કોન્ટ્રાકટ કર્મચારીનો પગાર કેમ કાપી નાંખ્યો?આસી.કમિશ્નરને નોટીસ

મહિનાના ચાર રવિવારનો પગાર કાપી લેવાનાં નિર્ણયથી ૩ હજાર નાના કર્મચારીઓને અન્યાયની રજૂઆતઃ બંછાનિધિ પાની લાલઘુમ

રાજકોટ તા. ર૩ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરો સહિતની અનેક કામગીરી ખાનગી કોન્ટ્રાકટ પધ્ધીથી  'મેન પાવર'નાં કોન્ટ્રાકટ આપીને કરાવાઇ રહી છે. જેમાં કામ કરતાં ટૂંકા પગાર વાળા નાના ગજાના કર્મચારીઓનો પગાર કાપી લેવાનાં મુદ્ે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ આસીસ્ટન્ટ કમિશ્નર જસ્મીન રાઠોડને નોટીસ ફટકારી ખુલાસો પુછતાં અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોન્ટ્રાકટર કામ કરતા ટૂંકા પગાર વાળા કર્મચારીઓને હવેથી મહીનાનાં ચાર રવિવારનો પગાર નહી આપવાનો નિર્ણય લેવાતાં. આ બાબતે અંદાજે ૩ હજાર જેટલાં કોન્ટ્રાકટ ઉપર કામ કરતાં કર્મચારીઓમાં અન્યાયની લાગણી ફેલાઇ હતી. અને આ મુદ્ે મ્યુ. કમિશ્નર બંછાનીધીપાની સુધી રજૂઆત થતાં તેઓએ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો ? તે બાબતનો ખુલાશો આપવા આસીસ્ટન્ટ કમિશ્નર જસ્મીન રાઠોડને નોટીસ ફટકારી છે.

દરમિયાન આ બાબતે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે મ્યુ. કોર્પોરેશનનાં કર્મચારીઓનો પગાર રવિવારે કાપવામાં નથી. આવતો ત્યારે કોન્ટ્રાકટનાં કર્મચારીઓનો રવિવારનો પગાર કાપી લેવો તે માનવતાની દ્રષ્ટીએ અયોગ્ય કહેવાય.

(3:51 pm IST)