રાજકોટ
News of Tuesday, 23rd November 2021

મનપાના ૪ સીનીયર કલાર્કની હેડકલાર્ક તરીકે બઢતી

આરોગ્ય શાખાના અર્બનહેલ્થ પ્રોજેકટ સેલમાં ૯ ફી મેલ હેલ્થ વર્કરની નિમણુંક કરાઇ

રાજકોટ, તા. ર૩ :  મનપાની જુદી જુદી શાખાની હેડ કલાર્કની ચાર જગ્યાઓ ખાલી પડતા સિનીયર કલાર્કના ૪ કર્મચારીઓને સીનીયોરીટી મુજબ હેડ કલાર્ક તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમજ આરોગ્ય શાખાના અર્બન હેલ્થ પ્રોજેકટ સેલમાં ૯ ફીમેલ હેલ્થ વર્કરની નિમણુંક કરવામાં આવી છે.

આ અંગે મનમાની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના અર્બન હેલ્થ પ્રોજેકટ સેલમાં ફીમેલ હેલ્થ વર્કર સંવર્ગની જગ્યાઓ ભરવામાં આવેલ જેમાં (૧)મુંડવાડા મીનાબેન શંકરભાઈ  (૨) સંગાડા નીતાબેન મથુરભાઈ (૩) ભુરીયા અંજનાબેન કબુરભાઈ (૪) પટેલીયા રિતુ સોમાભાઈ (૫) ગેલાત રાધાબહેન જશવંતભાઈ (૬) ડામોર લીલાબેન વાલાભાઈ (૭) નિનામા કૈલાશબેન રાજુભાઈ (૮) બરજોડ રાધાબેન શંકરભાઈ અને (૯) પારઘી અલ્પાબેન કાન્તિભાઈને માસિક ફિકસ પગાર રૂ.૧૯૯૫૦/- થી નિમણુંક આપવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાની હેડકલાર્ક સંવર્ગની કુલ-૦૪ જગ્યાઓ સિનિયર કલાર્કની જગ્યા પર ફરજ બજાવતા (૧) જયંતિભાઈ ડિટાભાઈ કટારા, સિનિયર કલાર્ક, વોટર વર્કસ શાખાને હેડ કલાર્ક તરીકે  ડ્રેનેજ શાખામાં મુકવામાં આવેલ (૨) કિર્તીકુમાર રણજીતભાઈ મેહ, સિનિયર કલાર્ક, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાને હેડ કલાર્ક તરીકે સાંસ્કૃતિક વિકાસ વિભાગમાં મુકવામાં આવેલ (૩) નિતિનકુમાર રવિશંકર  ખંભોળીયા, સિનિયર કલાર્ક, વેરા વસુલાત શાખાને હેડ કલાર્ક તરીકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં મુકવામાં આવેલ અને (૪) મુનાવર સુલતાના ગુલામહૈદર શેખ, સિનિયર કલાર્ક, વેરા વસુલાત શાખા હેડ કલાર્ક તરીકે એસ્ટેટ શાખામાં મુકવામાં આવેલ. સી-કલાર્કને બઢતી આપવામાં આવેલ છે.

(3:26 pm IST)