રાજકોટ
News of Monday, 23rd November 2020

જંકશન રોડ પરથી ધોરાજીનો જાવીદ ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ,તા.૨૩: શહેરના જંકશન મેઇન રોડ પર પ્રનગર પોલીસે બાતમીના આધારે ચોરાઉ બાઇક સાથે ધોરાજીના શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જંકશન મેઇન રોડ પર એક શખ્સ ચોરાઉ બાઇક લઇને નીકળ્યો હોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ. વી.આર. જાડેજા તથા કોન્સ. અક્ષયભાઇ ડાંગરને બાતમી મળતા પીઆઇ. એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.ડી. પટેલ તથા હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, અક્ષયભાઇ, અશોકભાઇ તથા મહાવીરસિંહ સહિતે ધોરાજી બહારપુરામાં રહેતા જાવીદ સતારભાઇ મીની વાડીયા (ઉવ.૨૯)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. જાવીદ અગાઉ ધોરાજી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(3:25 pm IST)