News of Monday, 23rd November 2020
કર્ફયુમેં બુરે ફસે, જાયે તો કહા જાયે..?
છેલ્લા બે દિવસથી રાજકોટમાં રાત્રી કર્ફયુ લાગી જતા અજાણતા જ બહાર ગામથી રાજકોટ આવી ચડતા મુસાફરોની હાલત કફોડી થઇ રહી છે. એક તો હાથમાં અને માથા પર સામાનના પોટલા અને બીજી તરફ મુકામ પર પહોંચવા વાહન શોધવાની રઝડપાટ. જાયે તો કહા જાયે? જેવી સ્થિતી સર્જાતી જોવા મળે છે. પોલીસથી બચી બચીને છેવટે પગપળા જ ચાલી નિકળતા લોકો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(12:54 pm IST)