રાજકોટ
News of Saturday, 23rd October 2021

ગોંડલ રોડ પરથી ચોરાઉ દાગીના અને બે ટુવ્હીલર સાથે સુલતાન ચૌહાણ પકડાયો

તાલુકા પોલીસે મથકનાહેડ કોન્સ.મોહસીનખાન, કોન્સ અમીનભાઇ તથા હરસુખભાઇની બાતમીઃ ચોરાઉ દાગીના અને બે ટુવ્હીલર કબ્જે

રાજકોટ તા. ર૩ : ગોંડલ રોડ પરિન ફર્નિચર પાછળથી તાલુકા પોલીસે બાતમીના આધારે એકશખ્સને ચોરાઉ સોના-ચાંદીના દાગીના, રોકડ તથા બે ટુવ્હીલર સાથે પકડી લીધો હતો.મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર પરિનફર્નિચર પાસે એક શખ્સ ચોરાઉ સોના-ચાંદીના દાગીના વેચવા આવ્યો હોવાની તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. મોહસીનખાન મલેક, અમીનભાઇ ભલુર તથા કોન્સ. હરસુખભાઇ સબાડને બાતમી મળતા ગોંડલ રોડ પરીન ફર્નિચર પાછળથી સુલતાન મહેબુબભાઇ ચૌહાણ (ઉ.ર૯) (રહે. કોઠારિયા સોલવન્ટ બરકતીનગર શેરી નં.૧) ને ચોરાઉ સોના-ચાંદીના દાગીના, રોડક તથા બે ચોરાઇ મોટર સાયકલ સાથે પકડી લીધો હતો. પુછપરછમા તેણે બે દિવસ પહેલા બરકતી નગર શેરી નં. ૧માં રહેતા ફિરોજભાઇ ગુલાબભાઇના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કર્યાની અને અઢી મહિના પહેલા તેણે ગોંડલ રોડ ઘોલેરાગામ પાસેથી એક બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી. તથા વીસદિવસ પહેલા તેના મિત્ર વિશાલ રાજગોર ઉર્ફે વિશુએ એકસેસ ચોરી કરી સુલતાનને સાંચવવા આપ્યું હોવાની કબુલાત આપી હતી.

(11:05 pm IST)