રાજકોટ
News of Saturday, 23rd October 2021

વાસી પાઉં-પીઝા બેઝ-મંચુરીયન-સોસ-વાસી બટેટા સહિત ૬૪ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

એવન્યુ સુપર માર્કેટ (ડી-માર્ટ) ગોંડલ રોડ, દીપ એન્ટરપ્રાઇઝ, જય દ્વારકાધીશ નાસ્તામાં ઘી તથા શ્રીજી વડાપાઉંમાંથી બટાટા વડાના નમૂના લેવાયા : સ્માઇલ ફાસ્ટફુડ, ધ શેફ કિચન, પ્રતાપ પાણીપુરી, મહાકાળી પાણીપુરી, શ્રીજી વડાપાંઉ સહિત ૧૨ ખાણીપીણીના સ્થળોએ ફુડ શાખાનું ચેકીંગ

રાજકોટ,તા. ૨૩ : શહેરીજનોનાં જન આરોગ્ય હિતાર્થે મ.ન.પા.ની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મવડી રોડ, જયંત કે.જી. મે. રોડ, કાલાવડ રોડ વગેરે વિસ્તારમાં ૧૨ ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરી ૧૦ કિલો પીઝા બેઝ, ચીઝ ૧ કિલો, માયોનીઝ ૧ કિલો, મંચુરીયન ૧ કિલો, ૧ કિલો સોસ, મીઠી ચટણી ૨ કિલો વાસી બટેટા ૩ કિલો, ૪૦ કિલો વાસી પાંઉ તથા ૫ કિલો દાજીયુ તેલ સહિત કુલ ૬૪ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ગોંડલ રોડ, નાના મવા રોડ, કાલાવડ રોડ વગેરે વિસ્તારમાંથી ઘીના ૩ તથા બટાટાના વડાના એક સહિત કુલ ૪ નમૂના લેવામાં આવ્યા છે.

 આ અંગે મ.ન.પા. તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડ શાખા દ્વારા કરેલ કામગીરીની વિગત આ મુજબ છે.

૪ નમૂના લેવાયા

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવ્યા છે. જેમાં (૧) Sorath Cow’s Ghee (500 ml pkd) સ્થળ : દીપ એન્ટરપ્રાઇઝ, મીલપરા-૫, અમૃત એપાર્ટમેન્ટની બાજુમાં, રાજકોટ, (૨) Dynamix Cow Ghee (500 ml pkd) સ્થળઃ એવન્યુ સુપરમાર્ટ લી., સીવાલીક ૪ સર્વે નં. ૫૦૯૫, પ્લોટ ન ૬૮, ગોંડલ રોડ, ગુરૂકુળ બ્રીજની બાજુમાં (૩) ગાયનું ઘી, (લુઝ), સ્થળ : જય દ્વારકાધીશ નાસ્તા ગૃહ નાના મૌવા મે. રોડ (૪) બટાટાના વડા (પ્રિપેર્ડ,લુઝ), સ્થળ : શ્રીજી વડાપાઉં, કાલાવડ રોડ, મહિલા કોલેજ અન્ડરબ્રીજની ઉપરનો સમાવેશ થાય છે.

૬૪ કિલો અખાદ્ય ખોરકાનો નાશ

મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા જાહેરજન આરોગ્ય હિતાર્થે જયંત કે.જી.મે. રોડ, મવડી રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. આ ચેકીંગ દરમ્યાન સ્માઇલ ફાસ્ટફુડ- જયંત કે.જી.મે.રોડમાંથી પીઝા બેઝ ૧૦ કિ.ગ્રા., ચીઝ ૧ કિ.ગ્રા., માયોનીઝ ૧ કિ.ગ્રા., ધ શેફ કિચન-મવડી રોડ પરથી મંચુરીયન ૧ કિ.ગ્રા., સોસ ૧ કિ.ગ્રા., પ્રતાપ પાણીપુરી-મવડી રોડ પરથી મીઠી ચટણી ૨ કિ.ગ્રા., મહાકાળી પાણીપુરી મવડી રોડમાંથી વાસી ખરાબ બટેટા ૩ કિ.ગ્રા. તથા શ્રીજી વડાપાઉં-મહિલા કોલેજ અન્ડરબ્રિજની ઉપર કાલાવડ રોડમાંથી ૪૦ કિ.ગ્રા. વાસી પાઉં, ૫ કિ.ગ્રા. દાજીયુ તેલનો નાશ કરવામાં આવ્યો હતો. 

(2:50 pm IST)