રાજકોટ
News of Saturday, 23rd October 2021

૧૪ વર્ષની બાળા પર બળાત્કાર ગુજારી કુંવારી મા બનાવી દેનારો સર ગામનો નારણ પકડાયો

મહિલા પોલીસ સ્ટેશનની ટીમે ૩૨ વર્ષના ઢગાની ધરપકડ કરી

રાજકોટ તા. ૨૩: રાજકોટના સર ગામમાં રહેતાં નારણ ચીનુભાઇ તલાવડીયા (કોળી) (ઉ.વ.૩૨) નામના ઢગાએ પોતાના જ નાના ભાઇની ૧૪વર્ષની સાળીને હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દીધો હતો. આ સગીરાને ગઇકાલે પેટમાં દુઃખાવો ઉપડતાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેણીએ અધુરા માસે દિકરીને જન્મ આપ્યો હતો. દૂષ્કર્મ મામલે અગાઉ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં મહિલા પીઆઇ એસ. આર. પટેલ, પીએસઆઇ એ. જે. લાઠીયા, એએસઆઇ હિતેન્દ્રભાઇ ગઢવી, દિયાબેન એવીયા, કોન્સ. હસમુખભાઇ બાલધા, પ્રિયંકાબેન પરમાર, પીએસઆઇ એમ. ડી. વાળા, કોન્સ. જયપાલભાઇ, કુલદિપસિંહ સહિતે આરોપી નારણની ધરપકડ કરી છે. સગીરા અમુક મહિના પહેલા બહેન-બનેવીના ઘરે ગઇ હતી. ત્યારે બહેન, બનેવી, સગીરાના માતા-પિતા સહિતના મુરતીયો જોવા ગયા હતાં. સગીરા ઘરે એકલી હોઇ બનેવીના ભાઇ નારણે તેની સાથે બળજબરી આચરી હતી. અમુક મહિના પછી સગીરાનું પેટ વધી જતાં પરિવારજનોએ પુછતાં નારણે દૂષ્કર્મ આચર્યાનું જણાવતાં ગુનો નોંધાયો હતો. 

(11:09 am IST)