રાજકોટ
News of Tuesday, 23rd October 2018

ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડની રીન્‍યુઅલ વાર્ષિક ફી ૨૫૦૦ અંગે વિચારણા કરવા રજુઆત

બાર કાઉ. ના ચેરમેન યોગ્‍ય કરવા જે.જે. પટેલની રજુઆત

રાજકોટ તા ૨૩ : બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની તા. ૯/૯/૨૦૧૮ ના રોજ મળેલ સામાન્‍ય સભામાં સર્વાનુમતે ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડની રીન્‍યુઅલ ફી રૂા૨૫૦૦/- વાર્ષિક કરવાનો જે નિર્ણય કર્યો છે તેને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના  બોર્ડે પૂનઃવિચારણા કરવા સારૂ લેવો જોઇએ. ગુજરાતના જુનીયર મિત્રોને ધ્‍યાનમાં રાખી બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના બોર્ડે તેને સર્વાનુમતે પુનઃ વિચારણા કરવા મુકવામાં આવે તેવી પૂર્વ ચેરમેન જે.જે. પટેલે રજુઆત કરી છે.

જયારે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન હતો ત્‍યારે ત્તત્‍કાલિન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાત બાર કાઉન્‍સિલની રજુઆતોને ધ્‍યાને લઇ રૂા ૨,૨૨,૦૦,૦૦૦/- (રૂપિયા બે કરોડ બાવીસ લાખ જેટલો માતબર રકમ સમગ્ર  ગુજરાતના બાર એસોસિએશનોને ઇ-લાઇબ્રેરી આપવા માટે ફાળવેલા અને આજે આ ઇ-લાઇબ્રરેી ગુજરાતના તમામ બાર એસોસિએશનનો માટે આર્શિવાદરૂપ પુરવાર થઇ છે. આ જ પ્રકારની માંગણીઓ ગુજરાત સરકાર સમક્ષ કરવી જોઇએ. બાર કાઉન્‍સિલની આવી માંગણીઓ માટે હું વ્‍યકિતગત રસ લેવા તૈયાર છું તેમ  તેઓએ માગણી ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડની રૂ. ૨૫૦૦ વાર્ષિક રીન્‍યુઅલ ફી ના સંદર્ભે ગુજરાતના જુનીયર વકીલોને લાગણીને ધ્‍યાને લઇ યોગ્‍ય કરવા બાર કાઉન્‍સિલ ના ચેરમેન ને રજુઆત કરી છે.

 

(4:38 pm IST)