રાજકોટ
News of Tuesday, 23rd October 2018

અકસ્માતના કેસમાં ૭૪ લાખનું વળતર ન ચૂકવતી વિમા કંપની સામે કોર્ટની જપ્તી કાર્યવાહી

યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની લી. સામે નામદાર કોર્ટની કાર્યવાહી : એસી, કોમ્પ્યુટર, પ્રિન્ટર્સ, કબાટ, ટેબલ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી

રાજકોટ : ત્રિકોણબાગ ચોકમાં આવેલ યુનાઈટેડ ઈન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીમાં જપ્તીની કાર્યવાહીની તસ્વીર.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ : કોર્ટના આદેશ બાદ પણ સમયાનુસાર વળતર ન ચૂકવતી વિમા કંપની સામે અદાલતે હવે જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ અંદાજે છ વર્ષ પૂર્વે અકસ્માતમાં મૃત્યુ પામેલ અરજદારનો કેસ રાજકોટની યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની સામે ચાલી જતાં વારસદારને વળતર પેટે રાજકોટ નામદાર અદાલતે ૭૪,૨૬,૮૪૮નું વળતર મંજૂર કરેલ. આ અનુસંધાને ૫ માસ વિતી ગયા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે અદાલતે આજે વિમા કંપની સામે જપ્તી વોરંટ કાઢેલ.

આજે કોર્ટમાં એડવોકેટ એફ. એ. મોદન, એન. એ. મોદન, આઈ. એમ. મારવીયા દ્વારા જપ્તી વોરંટની અરજી કરવામાં આવેલ. જે અનુસંધાને આજે અદાલતમાં જપ્તી વોરંટ સાથે બેલીફની હાજરીમાં એ.સી., કોમ્પ્યુટર,  પ્રિન્ટર્સ, કબાટ સહિતની વસ્તુની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(4:31 pm IST)