રાજકોટ
News of Tuesday, 23rd October 2018

સિંધી બ્રહ્મખત્રી રાસોત્સવ : ખેલૈયાઓ મોજથી ઝુમ્યા : વિજેતાઓને ઇનામ વિતરણ

રાજકોટ : બ્રહ્મખત્રી સિંધી સમાજના ખેલૈયાઓ માટે બાય બાય નવરાત્રી વન્ડે રાસોત્સવનું આયોજન કરાતા યુવાધન મોજથી ઝુમી ઉઠયુ હતુ. ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ થઇ રમનારાઓના સારા પરફોર્મન્સની કદર કરી મહેમાનોના હસ્તે ઇનામો અપાયા હતા. ધાર્મિક, સાંસ્કૃતિક અને બ્લડ કેમ્પ જેવા આયોજન કરતા સ્વામિ લીલાશાહ સેવા મંડળ દ્વારા આ વખતે પ્રથમવાર જ આવા રાસોત્સવનું આયોજન કરતા ધારી સફળતા મળી હતી. મુખ્ય મહેમાનો તરીકે ભગત શ્રી મુલચંદભાઇ (સુણોમલ) વારડે, પ્રમુખ ગીધારીભાઇ છાંટબાર, રાજુભાઇ ટેલીયાણી, ચત્રભુજ જાનિયાણી, શ્રીમતી વિશ્વનીબેન જાનિયાણી, બાલચંદ ડાવરીયા, અશોકભાઇ વારડે, પ્રમુખ વિનોદભાઇ જાનિયાણી, સુરેશભાઇ, હિતેષભાઇ, નરેશભાઇ, દીલીપભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીરમાં રાસોત્સવ માણી રહેલ સિંધી બ્રહ્મખત્રી સમાજના લોકો નજરે પડે છે.

(4:28 pm IST)