રાજકોટ
News of Tuesday, 23rd October 2018

મારૂતિ કુરીયરનો ૩૪માં વર્ષમાં દબદબાભેર પ્રવેશ

''મારૂતિ''એ ''કુરીયર સર્વિસ''નો પર્યાય બની ચૂકયો છેઃ રામભાઈ મોકરીયા : નેટવર્ક એકસપાન્સન પ્લાનની ઘોષણાઃ ડેવલોપમેન્ટ માટે નવી વિઝનરી ટીમ બનાવી

રાજકોટ,તા.૨૩: ગુજરાતી ગરવીધરા ઉદ્યોગસાહસીકોની જન્મદાત્રી છે. ગુજરાતના ઉદ્યોગકારોનું નામ આજે દેશમાં જ નહિ વિશ્વમાં પણ ગુંજી રહ્યું છે. ગુજરાતના ઉદ્યોગ સાહસિકોમાં પથ્થરમાંથી પાણી કાઢવા જેટલી શકિત છે તેના કારણે જ આજે ગુજરાતના ઉદ્યોગકારો વિશ્વભરમાં સારી નામના ધરાવી રહ્યા છે. આવા જ એક ઉદ્યોગ સાહસિક છે. રામભાઈ મોકરીયા શ્રી મારૂતિ કુરીયર સર્વિસીઝ પ્રા.લી.ના ફાઉન્ડર ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર. તા.૨૨/૧૦/ ૧૯૮૫, વિજયાદશમીના શુભ મુહુર્તે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના પાંચ સેન્ટરથી 'મારૂતિ ટ્રાવેલ્સ અને કાર્ગો'ના નામે પ્રારંભ થયેલ નાની પેઢી તા.૨૨/૧૦ /૨૦૧૮ના રોજ કુરીયર ક્ષેત્રે ૩૩ વર્ષ સફળતાપુર્વક પુર્ણ કરી ૩૪માં વર્ષમાં યશસ્વી વર્ષમાં દબદબાભેર પદાર્પણ કરી રહી છે.

૩૪માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શ્રી મારૂતિ કુરીયર સર્વિસ પ્રા.લી.દ્વારા નેટવર્ક એકસપાન્સન પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષમાં નોર્થ અને નોર્થ ઈસ્ટમાં નેટવર્ક ડેવલોપમેન્ટ પ્લાન હેઠળ ૧૦૦થી વધુ સેન્ટર ઓપન કરવામાં આવેલ છે. ''નેટવર્ક એકસપાન્સન પ્લાન વિઝન ૨૦૨૦''ના બેનર હેઠળ કંપની નોર્થ અને નોર્થ ઈસ્ટ, સાઉથમાં નવા લોકેશન સ્ટ્રેટેજીકલ પ્લાનીંગથી ડેવલોપમેન્ટ માટે નવી પ્રોફેશનલ વિઝનરી ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. સીઈઓ મૌલિક મોકરીયાએ એક યાદીમાં જણાવેલ કે વર્લ્ડ કલાસ ટીમ સાથે અમો વિકાસના નવા લક્ષ્ય પ્રતિ આગળ વધી રહ્યા છીએ. વિકસતા ભારત સાથે કદમ મીલાવવા ઈચ્છતા એકસપ્રેસ લોજીસ્ટીકમાં શ્રી મારૂતિ કુરીયર સર્વિસ પરિવાર સાથે પ્રોફેશનલ તરીકે અથવા બીજનેશ એસોસીએટ તરીકે જોડાવા ઈચ્છતા વિઝનરી યુવા સાહસિકોને અમારી ટીમમાં આમંત્રણ છે. ભારતમાં એકસપ્રેસ લોજીસ્ટીક ઈન્ડસ્ટ્રીનું ભાવિ ખુબ જ ઉજળુ છે. ત્યારે આ વૈશ્વિક તકને ઝડપી લેવા તેઓ કટીબધ્ધ છે.

ભારતના ૨૬ સ્ટેટમાં ઈન્ટરનેટ કનેકટેડ ફુલ્લી કોમ્પ્યુટરરાઈઝ ૧૯૦૦ + આઉટલેટ ૭૦૦૦ + થી વધુ યુવા કર્તવ્યનિષ્ઠ સ્ટાફ સાથે ઈન્ટરનેશનલ કવોલીટીની સર્વિસ ડીઝીટલ ડીલીવરી સીસ્ટમ સાથે દેશની સર્વ પ્રથમ નંબર ૧ કુરીયર કંપની છે. કુરીયર ક્ષેત્રે ૩૩ વર્ષનો યશસ્વી લેન્ડમાર્ક સર કરનાર એકમાત્ર ઈન્ડિયન કુરીયર કંપનીનું શ્રેય શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રા.લી.ને ફાળે જાય છે. તે માત્ર ગુજરાતનું જ નહિ પણ ભારતનું ગૌરવ છે. 'મારૂતિ' એ 'કુરીયર સર્વિસ'નો પર્યાય વર્ષોથી બની ચુકયો છે. જે શ્રી મારૂતિ કુરીયર સર્વિસની અદભુત લોકચાહનાનો નમુનો છે. જે કંપનીની સર્વિસ ત્રણ દશકા સુધી જાળવી રાખીને સર્વિસ કવોલીટીના કારણે જ શકય બન્યુ છે.

રામભાઈ મોકરીયાએ શ્રી મારૂતિ કુરીયર સર્વિસના શ્રી ગણેશ કર્યા અને ત્રણ દાયકામાં કંપનીને રાષ્ટ્રીય સ્તરે નામાંકિત કરી. ભારતમાં 'મોડર્ન કુરીયર સર્વિસ'નો ટ્રેન્ડ શરૂ કરી ફ્રેન્ચાઈઝ મોડલને સકસેસફુલ બનાવનાર શ્રી રામભાઈ મોકરીયાને ભારતની કુરીયર ઈન્ડસ્ટ્રીના ભિષ્મ પિતામહ કહીએ તેમાં અતિશયોકિત નથીે. હવે રામભાઈના બંને યુવા સુપુત્રો કંપનીને વધુને વધુ આગળ લઈ જવા માટે યોગદાન આપી રહ્યા છે. રામભાઈના બંને પુત્રોએ તેમનો સંઘર્ષ નાનપણથી જોયો છે. ''મોરના ઈંડા ચીંતરવા ના પડે'' તેમની બંને દુરદેશીપુર્વક કંપનીને વૈશ્વિક સ્તરે લઈ જવા તત્પર છે. રામભાઈના બંને યુવા સુપુત્રો જેમાં વાઈસ ચેરમેન પદે અજય મોકરીયા અને સી.ઈ.ઓ.પદે મૌલિક મોકરીયા કંપનીને નવા શિખરો સર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. બંને પુત્રોએ વિદેશમાં આ ક્ષેત્રે અભ્યાસ કરી અને ત્યાંની કુરીયર સેકટરની ટેકનોલોજીનો અમલ કરીને ઈન્ડીયન કસ્ટમર્સને ઈન્ટરનેશનલ કવોલીટી સર્વિસ આપવામાં સફળ રહ્યા છે. જે ગતિએ રામભાઈ આ સેકટરમાં આગળ આવ્યા છે તેનાથી બમણી ગતિથી કંપનીને નવી ઉંચાઈ પર લઈ જવાનું બીડું તેમના પુત્રોએ ઝડપ્યુ છે.

''ટીમ'' તથા ''ટેકનોલોજી'' શ્રી મારૂતિ કુરીયર સર્વિસના મહત્વના આધારસ્તંભ છે. કોઈપણ કંપનીને ટોચ પર લઈ જવી હોય તો તેના માટે ટીમવર્ક અને ટેકનોલોજી અત્યંત જરૂરી છે. તેના માટે રામભાઈએ કોઈ જ કસર છોડી નથી. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સતત ટીમ સાથે કામ કરીને આજે કંપનીને નવી ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છે. રામભાઈએ શ્રી મારૂતિ કુરીયર સર્વિસ ટીમના દરેક સભ્યોને કર્મયોગનું શિક્ષણ આપ્યુ. કર્મ એ જ ધર્મ. વર્ક ઈઝ વર્કશીપ. સમાજના સેંકડો અર્ધશકિત યુવાનોનું હિર પારખી તેમની સુષુપ્ત શકિતઓને જાગૃત કરી કોઈપણ જાતના રોકાણ કે જોખમ વગર 'બ્રાન્ડેડ બીઝનેસ'ની એક સુવર્ણ તક આપી. સમાજમાં સામાજીક, આર્થિક અને શૈક્ષણિક ક્રાંતિનું નિર્માણ કર્યુ. આ યુવાનોને આજે શ્રી મારૂતિ કુરીયર સર્વિસ પ્રા.લી.ની સાથે જોડીને ઈન્ડિયાના મેટ્રો સીટીમાં બિઝનેસમેનનું સ્ટેટસ અપાવ્યું. તેઓ મેટ્રો સીટીમાં ઉચ્ચ જીવન ધોરણ જીવે છે. તેમની ભાવી પેઢીને વર્લ્ડ કલાસ એજયુકેશન પ્રાપ્ત થઈ રહ્યુ છે. ભાવિ યુવા પેઢી વિકસતા ભારતમાં પોતાનું યોગદાન આપશે. વર્લ્ડ કલાસ રીવોલ્યુશનમાં પોતાનું કદમ મિલાવશે.

સમય સાથે બદલાતા રહેવુ તે મારૂતિ કુરીયર સર્વિસ પ્રા.લી.નો સિધ્ધાંત છે. વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયુ છે. સેકન્ડના ૧૦૦માં ભાગની પણ વેલ્યુ છે ત્યારે ટીમ અને ટેકનોલોજીને હંમેશા અપડેટ રાખીને શ્રી મારૂતિ કુરીયર સર્વિસની ઓલ ઈન્ડિયા ટીમ સમય સાથે ચાલી રહી છે. ડીઝીટલ ડીલીવરી- ઈન્ડિયન કસ્ટમર્સની ડીઝીટલ ડીલીવરી સીસ્ટમ પ્રોવાઈડ કરનાર સૌપ્રથમ અને એકમાત્ર કુરીયર કંપની. માનનીય વડાપ્રધાનશ્રીના ડીજીટલ ઈન્ડિયા ઈનીટીએટીવને અનુસરીને દરેક કસ્ટમર્સને ડીઝીટલ અને પેપરલેસ ડીલીવરી આપીને વૈશ્વિક ક્રાંતિમાં પોતાનો સુર પુરાવી રહી છે.

કંપનીના ૩૪માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે શ્રી રામભાઈ મોકરીયા શ્રી મારૂતિ કુરીયર સર્વિસીઝ પ્રા.લી.ની ઓલ ઈન્ડિયા ટીમના તમામ નાના- મોટા સ્ટાફ સદસ્યો, મિત્રો, શુભેચ્છકો, વડીલો અને કસ્ટમર્સનું હાર્દિક અભિવાદન કરે છે. તેમના સહકાર અને સહયોગથી જ આ સિધ્ધી પ્રાપ્ત થઈ છે. તેમના સહયોગની ગૌરવપુર્વક નોંધ લે છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

ટ્રાન્સપોર્ટ, હોટલ અને રીયલ એસ્ટેટમાં પણ કાઠું કાઢયું

રાજકોટઃ રામભાઈ કુરીયર સર્વિસ ઉપરાંત ટ્રાન્સપોર્ટ, હોટલ અને રીયલ એસ્ટેટમાં પણ કાઠું કાઢયુ છે. શ્રી મારૂતિ કુરીયર સર્વિસીઝ પ્રા.લી.ના ૭૦૦૦ પ્લસ યુવા સ્ટાફ કાર્યરત છે. શ્રી રામભાઈ મોકરીયાએ ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા ઈ-કોમર્સ ક્ષેત્રે પદાર્પણ કર્યુ છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા ઈ- કોમર્સ ક્ષેત્રે બે નવી કંપનીઓ લોન્ચ કરી ઈનિશિયેટ લીધું છે જેમાં 'વાઈડ પર્સેપ્શન' તથા 'ફાર્મ ટુ ડોર' કંપનીનો સમાવેશ થાય છે. જેમાં ૧૦૦૦ યુવાન ઉત્સાહી સ્ટાફ કાર્યરત રહેશે. આમ કુલ ૮૦૦૦થી વધુ કમિટેડ કર્મચારીઓનો વર્ક ફોર્સ શ્રી મારૂતિ કુરીયર સર્વિસ અને તેની સહયોગી કંપનીઓની તાકાત બની રહેશે.

(3:29 pm IST)