રાજકોટ
News of Tuesday, 23rd October 2018

'પાડાની પોળ'ના વાસીઓ રાજકોટને હસાવી હસાવી થકવી દેશે

ખડખડાટ હસવા માટે રાજકોટ સજ્જ : 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ' કોમેડી નાટકના શનિવારે બે પ્રયોગો : ટિકીટ હેમુ ગઢવી હોલ ખાતેથી ૧૦ થી ૨ અને ૪ થી રાત્રીના ૯ સુધી મળી શકશે : મો. ૬૩૫૪૯ ૯૫૦૦૧ : અમદાવાદના તમામ ૧૬ શો હાઉસફુલ

રાજકોટ, તા. ૧૩ : અમો ઘણા દિવસો થી જે ફેફસાંફાડ કોમેડી નાટક ની વાત કરી રહ્યા છીએ તે 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ' નાટકની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. આ નાટકના લેખક અને દિગ્દર્શક એટલે ગુજરાતી રંગભૂમિ ના માતબર ,નીવડેલા ,પ્રસિદ્ઘ અને કલાપ્રેમીઓના માનીતા એવા શ્રી સૌમ્ય જોશી. સૌમ્ય જોશીની આ નાટક વિષે ની યાત્રા અને તેની પાછળની વિચારધારા જાણતા પહેલા આજે વાત કરવી છે નાટક ના ત્રણ મુખ્ય કલાકારો માંના એક એવા ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું ખુબ જાણીતું નામ એવા- શ્રી પ્રેમ ગઢવી.

છેલ્લા ૧૬ વર્ષો થી ગુજરાતી રંગભૂમિ, ટીવી સિરિયલો અને ગુજરાતી ફિલ્મો માં સક્રિય એવા પ્રેમ નો જન્મ અમદાવાદ ના મેટ્રો કલચર માં થયો પરંતુ સાહિત્ય અને કલા ના વિવિધ પ્રકારો પ્રત્યેનું પ્રેમ નું આકર્ષણ ,તેમના ભણતર ની સાથે સાથે જ પાંગર્યું. વર્લ્ડ હિસ્ટરી માં ગ્રેજયુએટ થયા પછી પ્રેમ એ પોતાની માસ્ટર ડિગ્રી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યૂનિકેશન્સ માં, ગુજરાત  યુનિવર્સીટી થી લીધી. પરંતુ  ઔપચારિક ભણતર ની સાથે સાથે વિવિધ પરફોર્મિંગ આર્ટસ પ્રત્યેનો પ્રેમ , પ્રેમ ને રંગભૂમિ તરફ લઇ આવ્યો ને પછી શરુ થઇ ૧૬ વર્ષ થી અવિરત ચાલી રહેલી અદાકાર, લેખક અને દિગ્દર્શક તરીકે ની વણ-થંભી યાત્રા!  વિવિધ પરફોર્મિંગ આર્ટસ , બૃહદ સમાજને કઈ રીતે અસર કરે છે તેની સતત શોધ દરમ્યાન પ્રેમ એ કોમેર્શીયલ ની સાથે સાથે સરકારી પ્રોજેકટસ માં પણ વિવિધ ઊંચાઈઓ સર કરી. કોમેડીથી લઇને ડ્રામા , લાગણીપ્રધાન પાત્રો થી લઇ ને થ્રિલર અને સિલેકટેડ ઓડિયન્સથી લઈને તમામ સ્તરીય લોકો ને અપીલ કરે તેવા પાત્રો પ્રેમ એ ભજવ્યા છે.

નાટકો માટે ના વકર્શોપ હોય, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી માં લેકચર લેવાના હોય કે ગુજરાત આખા માં ફરી ને શેરી નાટકો વડે દલિતો માટે જાગૃકતા લાવવાની હોય કે   ૨૦૦૨ ના ગુજરાત ના કોમી રમખાણો માંથી બાળકો ને થીએટર થેરાપી વડે બહાર લાવવાના હોય , પ્રેમ એ નિરંતર પફાર્િેર્મંગ આર્ટસ ના નવા આયામો અને ઊંચાઈઓ ની શોધ હજુ પણ જારી રાખી છે. અને આ યાત્રા માં શોષિત અને જરૂરિયાતમંદ બહેનોના સર્વાંગી વિકાસ માટે ની યુનિસેફ પ્રેરિત ડોકયુમેન્ટ્રી ફિલ્મ્સ બનાવવાનું સૌભાગ્ય પણ પ્રેમ ને મળ્યું.

નાટ્ય લેખક, દિગ્દર્શક અને અદાકાર તરીકે અનેક પારિતોષિકો , બહુમાનો મેળવનાર પ્રેમ એ સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત બહુ લોકપ્રિય નાટક - 'સષહ નોટ આઉટ' માં પુત્ર ની ભૂમિકા ભજવી દર્શકો ની વાહ-વાહી  લૂંટી. શ્નસષહ નોટ આઉટ' ના સમગ્ર વિશ્વ માં થઇ ને લગભગ ૬૫૦ થી પણ વધારે શો  થઇ ચુકયા છે અને યાત્રા હજુ ચાલુ જ છે ! આ એ જ લોકપ્રિય નાટક છે જેના પર થી અમિતાભ ઋષિ કપૂર અભિનીત લેટેસ્ટ બોલિવૂડ ફિલ્મ શ્નસષહ નોટ આઉટ શ્ન બની.

લગભગ ૧૨ જેટલી હિન્દી ગુજરાતી ફિલ્મો (જેમ કે પતંગ, વિટામિન શી, પાસપોર્ટ, ચોર બની થનગાટ કરે વગેરે) , ૧૭ થી પણ વધારે હિન્દી - ગુજરાતી સિરિયલો ,  અને ૧૫ ગુજરાતી નાટકો ના હજારો શો કરી ચૂકેલા પ્રેમ ગઢવી ને આ નાટક માં માણવા એક લ્હાવો રહેશે. પ્રેમ આ નાટક માં એક થી વધારે પાત્રો ભજવે છે અને દરેકે દરેક  પાત્ર ને પૂરો ન્યાય આપે છે. પ્રેમ નું ટાઈમિંગ લોકો ને હસાવી હસાવી થકવી દેશે એની ગેરેન્ટી છે.

રાજકોટ માં આ કોમેડી નાટક - 'યુનિએટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ'  લાવવા માટે , વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના નિરંતર સહયોગી એવા ટીપોસ્ટ ઉપરાંત આ વખતે પરીન લાઇફસ્ટાઇલ અને પરીન ટાટા મોટર્સ પણ જોડાયા છે. તારીખ ૨૭ ઓકટોબર , શનિવાર ના રોજ નાટક ના બે શો છે .  રાત્રે ૮.૩૦ કલાકે અને રાત્રે ૧૦ કલાકે.  હેમુ ગઢવી હોલ મીની માં. નાટકની ટિકટ માટે સંપર્ક ૅં  ૬૩૫૪૯૯૫૦૦૧. ટિકિટઃ હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ થી ૨ અને સાંજે ૪ થી ૯ દરમ્યાન મળી શકશે. મનગમતી સીટ મેળવવા ટિકટ વહેલી તકે લઇ લેવા અનુરોધ છે.

(3:28 pm IST)