રાજકોટ
News of Tuesday, 23rd October 2018

ગોવિંદ આશ્રમધામ વિઠ્ઠલવાવ ગૌશાળામાં કાલે શરદોત્સવ

૨૦ ગામની ગરબીની બાળાઓ પ્રાચીન રાસ રજુ કરશે : દુધ પૌઆના પ્રસાદની વ્યવસ્થા : ભાગ લેનાર તમામ ગરબી મંડળોને શીલ્ડ વિતરણ

રાજકોટ તા. ૨૩ : શહેરના ભાવનગર રોડ પર આજી ડેમ ચાર રસ્તાથી પ કી.મી.ના અંતરે આવેલ ગોવિંદ આશ્રમધામ મંદિર વિઠ્ઠલવાવ ગૌશાળામાં કાલે તા. ૨૪ ના શરદ પૂનમ રાસોત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા ગૌશાળા ટ્રસ્ટના આગેવાનોએ જણાવેલ કે છેલ્લા બારેક વર્ષથી આ પ્રકારનું આયોજન આ ગૌશાળા દ્વારા થતુ આવ્યુ છે. તે મુજબ કાલે સાંજે પ થી પ્રાચીન રાસ ગરબા રજુ થશે. જેમાં આસપાસના ૨૦ ગામોની ગરબી મંડળની ૭૦૦ જેટલી બાળાઓ ભાગ લેશે.

સાંજે ૪ થી ૭ દરમિયાન પ્રસાદ વિતરણ થશે. તમામ માટે દુધ પૌઆની વ્યવસ્થા કરાઇ છે. સાંજે પ વાગ્યે રાસ ગરબા શરૂ થશે. રાત્રે ૮ થી ૮.૩૦ મહેમાનોની સ્વાગત વિધિ થશે. રસોત્સવમાં ભાગ લેનાર તમામ ગરબી મંડળોને શીલ્ડ આપી સન્માનીત કરાશે.

આગામી દિવસોમાં કુદરતી વાતાવરણમાં સંસ્કાર સાથે શિક્ષણ રૂષિ પરંપરાથી ગુરૂકુળની સ્થાપના કરવાનું આ સંસ્થાનું આયોજન છે.

તસ્વીરમાં શરદોત્સવની વિગતો વર્ણવતા મહંતશ્રી વજુરામબાપુ, પ્રમુખ વશરામભાઇ લીંબાસીયા (મો.૯૪૨૭૫ ૬૫૦૯૪), મંત્રી હાર્દીકભાઇ આંબલીયા, મયુરભાઇ ગોંડલીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:28 pm IST)